વેરાવળના જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા ખ્વાજા મોઇનુદીન ચીસ્તીની છઠ્ઠી મુબારક નિમિત્તે શાનદાર જલ્સાની ઉજવણી

25 February 2021 11:33 AM
Veraval
  • વેરાવળના જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા ખ્વાજા  મોઇનુદીન ચીસ્તીની છઠ્ઠી મુબારક નિમિત્તે શાનદાર જલ્સાની ઉજવણી

વેરાવળ તા.રપ
વેરાવળનાં જાલેશ્વર ખાતે બાવા અકબરશાહ ગૃપ દ્વારા પીરે તરીકત પરી અર્બ્દુરહીમમીંયા કાદરી (મોરબીવાળા) ની ઉપસ્થિતિમાં ખ્વાજા મોઇનુદીન ચીસ્તી (ગરીબ નવાઝ અઝમેર) ની છઠ્ઠી મુબારક પ્રસંગે ન્યાઝ અને તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં મોરબીવાળા બાપુએ તેમની જોશીલી અને અસરકારક વાણીથી તકરીર કરી હિન્દુ-મુસ્લીમનાં ભેદ-ભાવથી પર રહી, પરસ્પર ભાઇચારો કેળવી, એકતા કાયમ રાખવા પર ભાર મુકી ગરીબ નવાઝે આપેલા આદેશ મુજબ ગરીબો અને નિ:સહાય લોકોને મદદ કરવાની રાહે ચાલવા અપીલ કરેલ તેમજ તેઓએ કોવીડ-19 વાઇરસની મહામારીથી તમામને છુટકારો મળે અને કોરોના વાઇરસ નેસ્ત નાબુદ થઇ જાય તેવી દુઆઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત તમામ શ્રોતાઓને આજના યુગમાં બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા અને સ્વચ્છ ભારત મિશનનાં સુત્રને સાર્થક કરી આપણ સૌ આપણું ફરીયું સ્વચ્છ રાખવાની સાથે તંદુરસ્ત આરોગ્ય જાળવવા સહભાગી થવા મોરબીવાળા બાપુએ અનુરોધ કર્યો હતો. આ શાનદાર પ્રોગ્રામમાં જૂનાગઢનાં મૌલાનાં હબીબુલ્લાહ, તાલાળા (ગીર) નાં અનવરબાપુ અને મૌલાનાં તાજુદીન બાપુ સહિતનાએ નાતે અકીદત મુસ્તફા પઢેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં અકીદત મંદોએ હાજરી આપી સવાબેદારીન હાંસલ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement