રેલવેએ ટુંકા અંતરના પ્રવાસમાં ગુપચુપ રીતે ભાડા વધારો કરી દીધો

25 February 2021 11:32 AM
India Travel
  • રેલવેએ ટુંકા અંતરના પ્રવાસમાં ગુપચુપ રીતે ભાડા વધારો કરી દીધો

ટ્રેનોમાં ભીડ રોકવા માટે કદમ ઉઠાવાયાનો રેલવેનો બચાવ

નવી દિલ્હી તા.25
પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલો-રાંધણગેસ સહિતની અનેકવિધ ચીજોમાં ભાવ વધારાનો માર જેલતાં લોકોને હવે ટુંકા અંતરની રેલ મુસાફરીમાં નવો બોજો સહન કરવો પડશે રેલવે દ્વારા ટુંકા અંતરની મુસાફરીમાં મામુલી ભાવ વધારો કર્યો છે.કોરોના કાળમાં લોકોને બીનજરૂરી પ્રવાસ કરતાં રોકવા માટે આ કદમ ઉઠાવાયાનો રેલવે દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.રેલવે દ્વારા ગુપચુપ રીતે ભાડા વધારો લાગુ કરી દેવામાં આવ્યો હતો.આ વાત જાહેર થતાં રેલવેએ બચાવ કરવા આગળ આવવુ પડયુ છે અને સતાવાર રીતે એમ કહ્યું છે કે તેમાં ભીડ રોકવા માટે આ પગલુ લેવાયું છે. ઉંચા ભાડાથી લોકો બીનજરૂરી રેલ્વે પ્રવાસ ઓછો કરે કે ન કરે તેવો આશય છે. મેલ-એકસપ્રેસ ટ્રેનોનાં ભાડા ફીકસ રાખવામાં આવ્યા છે.ટુંકા અંતરની મુસાફરી મોંઘી કરવામાં આવી છે.દેશમાં અત્યારે ચાલતી ટ્રેનોમાંથી માત્ર ત્રણ ટકા ટે્રનોને અસર થશે.


રેલવેએ સતાવાર નિવેદનમાં એમ ક્હયું છે કે કોરોનાનો ખતરો હજુ યથાવત છે. રેગ્યુલર ટ્રેનો હજુ બંધ છે તે પાછળનો આશય સંક્રમણ રોકવાનો જ છે.અત્યારે પણ અનેક રાજયોમાં કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર દિલ્હી જેવા રાજયોમાં પ્રવેશ માટે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ ફરજીયાત છે. ટ્રેનોમાં ભીડ ન વધે અને સંક્રમણનું જોખમ નિયંત્રીત રહે તે માટે ટુંકા અંતરના રેલવે પ્રવાસમાં ભાડા વધારો કરવામાં આવ્યો છે.કોરોના કાળ પછી અત્યાર સુધીમાં 65 ટકા મેલ-એકસપ્રેસ ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.હાલ 1250 મેલ-એકસપ્રેસ ટ્રેન 5650 અર્ધ શહેરી ટ્રેનો તથા 326 પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement