વેરાવળ : ‘નિરાધારનો આધાર’ સંસ્થાએ યુ.પી.નાં આધેડનું પરિવાર સાથે મિલન કરાવ્યું

25 February 2021 11:31 AM
Veraval
  • વેરાવળ : ‘નિરાધારનો આધાર’ સંસ્થાએ યુ.પી.નાં આધેડનું પરિવાર સાથે મિલન કરાવ્યું

આધેડ દોઢ વર્ષ પૂર્વે લાપતા બન્યા હતા અને સંસ્થા તેની સંભાળ રાખતી હતી

વેરાવળ તા.રપ
વેરાવળના જુનાગઢ હાઇવે રોડ પર આવેલ નિરાધારનો આધાર આશ્રમમાં રસ્તા પર રઝળતા બિનવારસી અસ્થિર મનોસ્થિતી ધરાવતા વ્યવકિતઓને લાવી સાર-સંભાળ કરવામાં આવે છે. આ આશ્રમના સંચાલકો દ્રારા વ્યક્તિઓના પરીવારજનોની શોધખોળ કરી મિલન કરાવવાનું ઉતમ કાર્ય કરવામાં આવે છે જેમાં ઉત્તરપ્રદેશમાંથી દોઢ વર્ષ પૂર્વે લાપતા બનેલ આધેડનું પરીવાર સાથે મિલન કરાવવામાં આ સંસ્થા નિમિત્ત બની છે. આ અંગે આશ્રમના સંચાલનકર્તા જનકભાઇ પારેખ એ જણાવેલ કે, ત્રણ માસ પૂર્વે ટોલ નાકા નજીક એક વ્યક્તિ માનસિક અસ્થિર અને મેલીઘેલી હાલતમાં બિનવારસુ મળી આવેલ જેને આશ્રમ ખાતે લાવી તેની સાર સંભાળ રાખવામાં આવી રહી હતી. આ વ્યક્તિને તેના પરીવાર અંગે અવાર નવાર પૂછપરછ કરાતી પરંતુ અસ્થિર મગજના કારણે કોઇ ચોક્કસ વિગત મળતી ન હતી. દરમ્યાતન એક વખત આ વ્યક્તિએ પોતે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામનો હોવાનું જણાવતા સંસ્થારએ ઉતરપ્રદેશ પોલીસની મદદ મેળવી તપાસ કરતા દોઢ વર્ષ પૂર્વે આ વૃઘ્ઘો ત્યાંથી લાપતા બનેલ હોવાનું અને તેમનું નામ નંદલાલ યાદવ હોવાની માહિતી મળેલ હતી જેથી પોલીસ મારફતે વૃઘ્ઘંના પરીવારજનોને જાણ કરતા હાલ તેઓ તેમના સ્વજનને લેવા સોમનાથ આવી પહોંચ્યા છે. આ સંસ્થાાના આશ્રમ ખાતે દોઢ વર્ષ બાદ વૃઘ્ઘન નંદલાલ યાદવને તેમના પરીવારજનો મળતા લાગણીસભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ તકે વૃઘ્ઘાના સંબંઘી સુભાષ યાદવએ હરખના આંસુ સાથે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા અઢી વર્ષથી વેરાવળ સોમનાથ ભુમિ પર કાર્યરત "નિરાધાર નો આધાર" સંસ્થા નામ તેવું જ કાર્ય કરી રહી છે. સાંપ્રત સમયમાં નિસ્વાર્થ ભાવે જેનું કોઇ નથી અને જે અત્યંત દયનીય સ્થિતિમાં હોય તેવા માનવ જીવની સેવા કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે. આ સંસ્થામાં હાલ પ8 જેટલા આવા નિરાઘાર લોકોની સર સંભાળ થઇ રહી છે અને અત્યાર સુધીમાં ર7 જેટલા લોકોને સાજા કરી તેમના પરીવારો સાથે મિલન કરાવવાનું શ્રેષ્ઠિ કાર્ય સંસ્થાજએ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement