સ્ટોક્સે નિયમ ભૂલી જઈ બોલ પર લાળ લગાવી દીધી !

25 February 2021 11:03 AM
Sports
  • સ્ટોક્સે નિયમ ભૂલી જઈ બોલ પર લાળ લગાવી દીધી !

અમ્પાયરના ધ્યાન પર આવી જતાં બોલને સેનિટાઈઝ કરાયો: હવે ભૂલ થશે તો પાંચ રનની પેનલ્ટી ફટકારાશે

અમદાવાદ, તા.25
કોરોના વાયરસના કપરાં કાળમાં ક્રિકેટની વાપસી થઈ ચૂકી છે. ભારતમાં પણ ઈંગ્લેન્ડના પ્રવાસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત આવી ચૂક્યું છે. જો કે આ તબક્કામાં રમતને લઈને અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને આ નિયમમાં ખાસ કરીને બોલ પર લાળ નહીં લગાવવાનો નિયમ સખત રીતે અમલી છે. બોલને ચમકાવવા માટે ખેલાડી હવે લાળ લગાવી શકતો નથી. બોલરોની જૂની આદત છે અને તેઓ હંમેશાથી ખુદને આવું કરવાથી રોકી શકતાં નથી જેથી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સથી પણ આ ચૂક થઈ ગઈ હતી.


અમદાવાદમાં ભારત વિરુદ્ધ શ્રેણીના ત્રીજા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્ટોક્સ બોલ ઉપર લાળ લગાવી બેઠો હતો. ભારતીય ઈનિંગની 12મી ઓવર પૂરી થઈ હતી અને આ ઓવર બ્રોડે ફેંકી હતી પરંતુ ત્યારે સ્ટોક્સે બોલ પર લાળ લગાવી દીધી હતી અને તે પણ અમ્પાયરની બિલકુલ સામે ! આ પછી બોલને સેનિટાઈઝ કરવો પડ્યો હતો. જો ઈંગ્લેન્ડ બીજી વખત આવી ભૂલ કરશે તો તેને પાંચ રનની પેનલ્ટી ફટકારાશે.


Related News

Loading...
Advertisement