રાજકોટ જિલ્લામાં ફરી કોરોના ઉછળ્યો : વધુ નવા 55 કેસ

25 February 2021 11:02 AM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં ફરી કોરોના ઉછળ્યો : વધુ નવા 55 કેસ

જામનગર જિલ્લામાં સંક્રમણમાં વધારા સાથે 16 કેસ : દ્વારકા, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લામાં રાહત : સૌરાષ્ટ્રમાં કુલ 95 કેસ

રાજકોટ, તા. 25
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને કોરોના વેકસીનના રસીકરણ સાથે કરી કોરોના સંક્રમણમાં વધારો થતા પોઝીટીવ કેસમાં ઉમેરો થવા લાગ્યો છે. રાજકોટ જિલ્લામાં ફરી વધુ પ0ને પાર પપ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં પણ કેસમાં વધારો થયો છે. છેલ્લા ર4 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં વધુ નવા 9પ કેસ સામે 72 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટ જિલ્લામાં 46 શહેર 9 ગ્રામ્ય કુલ 55, જામનગર 8 શહેર 8 ગ્રામ્ય કુલ 16, ભાવનગર શહેર-ગ્રામ્ય 3-3 કુલ 6, જુનાગઢ 3 શહેર 4 ગ્રામ્ય કુલ 7, ગીર સોમનાથ 5, દ્વારકા-મોરબી 2-2, અમરેલી-સુરેન્દ્રનગર 1-1 સહિત નવા કુલ 95 કેસ નોંધાયા છે.
જયારે રાજકોટ-40, જામનગર 9, ભાવનગર 3, જુનાગઢ 13, ગીર સોમનાથ-મોરબી 3-3,
અમરેલી 1 સહિત 72 દર્દીઓ સ્વસ્થ થયા છે.
કચ્છમાં નવા 7 કેસ સામે 10 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
રાજયમાં નવા 380 દર્દીઓ નોંધાયા છે અને 296 દર્દીઓ સાજા થતા રાજયનો રીકવરી રેઇટ 97.66 ટકા નોંધાયો છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં મનપાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 55 કેસ સામે 40 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોના વેકસીનના બીજા તબકકાના રસીકરણમાં ફરી પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ફરી ટેસ્ટીંગ પ્રક્રિયા વધારી દેવામાં આવી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા નવા 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,138 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 2 પુરૂષ અને 1 સ્ત્રી મળી કુલ 3 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે 1, ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે 1 તેમજ તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 1 અને તાલુકાઓમા 4 કેસ મળી કુલ 5 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 6,138 કેસ પૈકી હાલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ગઇકાલે બુધવારે કોરોનાનો નવો એક પોઝીટીવ દર્દી નોંધાયો છે. જયારે એક પણ દર્દી ડિસ્ચાર્જ ન કરાતા જિલ્લામાં હાલ 18 એકટીવ કેસ સારવાર હેઠળ છે.
જામનગર જિલ્લામાં નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ, જામનગર સિવાયના જિલ્લાઓમાં કોરોના આંક એકી સંખ્યામાં નોંધાયો છે. બોટાદ, પોરબંદર જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.


Related News

Loading...
Advertisement