સ્ટેડિયમ ફરતે લગાવાયેલી લાઈટના અમિત શાહે કર્યા વખાણ, કોહલીએ વ્યક્ત કરી ચિંતા !

25 February 2021 10:52 AM
India Sports
  • સ્ટેડિયમ ફરતે લગાવાયેલી લાઈટના અમિત શાહે કર્યા વખાણ, કોહલીએ વ્યક્ત કરી ચિંતા !

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ચિંતા વ્યક્ત કરી છે કે અમદાવાદના સ્ટેડિટમ પર લાઈટથી અડચણ આવી શકે છે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પરંપરાગત ફ્લડલાઈટસ નથી પરંતુ છત અનુસાર જ એલઈડી લાઈટ ફિટ કરવામાં આવી છે જે દુબઈના ઈન્ટરનેશન સ્ટેડિયમના ‘રિંગ ઓફ ફાયર’ની જેમ છે જેનાથી ફિલ્ડિંગ કરનારી ટીમને મુશ્કેલી પડી શકે છે. કોહલીએ કહ્યું હતું કે અહીં માહોલ ઘણો જ રોમાંચક છે. હું સીટના કલર કરતાં વધુ લાઈટસને લઈને ચિંતીત છું.આવી લાઈટમાં બોલને જોવો મુશ્કેલ હોય છે. અમે આ પ્રકારની લાઈટ હેઠળ દુબઈમાં પણ પાછલા વર્ષે આઈપીએલ રમ્યો હતો જેમાં પણ અનેક સરળ કેચ છૂટી ગયા હતા.


Related News

Loading...
Advertisement