ચીનમાં તલાક મોંઘા: પુર્વ પતિએ પત્નીને ઘરકામનું વળતર પણ આપવું પડશે!

25 February 2021 10:44 AM
Top News World
  • ચીનમાં તલાક મોંઘા: પુર્વ પતિએ પત્નીને ઘરકામનું વળતર પણ આપવું પડશે!

પુર્વ પત્નીની માંગ પર ચીનની અદાલતે પતિને ઘરકામના બદલામાં 5.5 લાખ ચૂકવવા આદેશ કર્યો

બીજીંગ તા.25
ચીનની એક અદાલતે એક યુવકને પોતાની પુર્વ પત્નીને વર્ષોના અવેતનિક ઘરના કામના બદલામાં 50 હજાર યુઆન (લગભગ 5.5 લાખ રૂપિયા)નું ચુકવણું કરવાનો આદેશ આપ્યો છે. તલાકના કેસમા આ અભૂતપૂર્વ ફેસલાથી સોશ્યલ મીડીયામાં ચર્ચા છેડાઈ ગઈ છે.ચીનમાં વર્ષની શરુઆતમાં અમલમાં આવેલી નવી નાગરિક સંહિતા અંતર્ગત છુટાછેડા લેનાર લોકોને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ ઘરની જવાબદારીઓનું વહન કરવાના બદલામાં સાથી પાસેથી વળતર માંગી શકે છે.


બીજીંગની અદાલતમાં છુટાછેડાની અરજી પર સુનાવણી દરમ્યાન વાંગે કહ્યું હતું કે પાંચ વર્ષના લગ્ન દરમિયાન તેણે બાળકોની સારસંભાળ સાથે સાથે ઘરના કામો એકલા હાથે કર્યા હતા. પતિ ચેન ઓફીસે જવા સિવાય કોઈ કામ કરતો ન હતો.અદાલતે 4 ફેબ્રુઆરીએ આપેલા પોતાના ફેસલામાં જણાવ્યું હતું કે વાંગે ચેનની તુલનામાં ઘરની વધુ જવાબદારી સંભાળી છે. વાંગને બાળકોની સંભાળ અને 2000 યુઆન (લગભગ 22 હજાર રૂપિયા) દર મહિને એલ્યુમની સાથે 50 હજાર યુઆન (લગભગ 5.5 લાખ રૂપિયા) વધારાના ચૂકવવા જોઈએ. અલબત, વાંગે 1.6 લાખ યુઆન (લગભગ 18 લાખ રૂપિયા)ના વળતરની માંગ કરી હતી. ચીનની વેબસાઈટમાં આ કેસ છવાઈ ગયો છે. વેબસાઈટ વીબો પર ‘સ્ટે-એટ-હોમ વાઈફ રિસીવ્સ 50000 યુઆન હાઉસવર્ક કંપનસેશન હેશટેગ છવાય ગયુ છે. યુઝર્સ આ મામલે 57 કરોડથી વધુ પ્રતિક્રિયા આપી ચૂકયા છે.


Related News

Loading...
Advertisement