લાઠીમાં યુવાનનો ઝેર ખાઇ આપઘાત

25 February 2021 10:31 AM
Amreli
  • લાઠીમાં યુવાનનો ઝેર ખાઇ આપઘાત

વ્યાયામ મંદિરમાં પાસ કઢાવવા પ્રશ્ર્ને લાફાવાળી : ફરિયાદ

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.25
લાઠી ગામે રહેતા જગદીશભાઇ રવજીભાઇ સરવૈયા નામના ર7 વર્ષિય યુવકે ગત તા.18/ર ના રોજ રાત્રીના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમીયાન મૃત્યુ નિપજયાનું લાઠી પોલીસમાં જાહેર થતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


ખેડૂતને માર માર્યો
ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા સંજયભાઈ કનુભાઈ પટોળીયા નામના 34 વર્ષીય ખેડૂતે પોતાના ખેતરે- વાડીમાં કોઈ ઢોર- જનાવર ન આવે તે માટે થઈ શેઢા પાસે થાંભલા લગાવી તાર બાંધેલ હોય તે વાતનું મનદુ:ખ રાખી તેમના જ કાકા વિનુભાઈ અવલભાઈ પટોળીયા તથા મોટા બાપુજી બાબુભાઈ અવલભાઈ પટોળીયાને સારૂ નહીં લાગતા ખેડૂતયુવકને લાકડી વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.


લાફાવાળી
અમરેલીમાં આવેલ સમર્થ વ્યાયામ મંદિરમાં વ્યવસ્થાપક તરીકે કામ કરતા નીલ પ્રફુલભાઇ મહેતાએ અમરેલીના અખાડામાં નિયમ વિરૂઘ્ધ મફતમાં કસરત કરી રહેલા નાસીર રફાઇ નામના ઇસમને પાસ કઢાવવાનું કહેતા નાસીરભાઇને સારૂ નહીં લાગતા બોલાચાલી કરી અખાડાના વ્યવસ્થાપકને ગાળો આપી જમણા ગાલે લાંફો મળી દીધો હતો.
તો સામાપક્ષે આ નાસીરભાઇ રહેમાનભાઇ રફાઇએ પણ અખાડાના વ્યવસ્થાપક સામે પૈસા પછી આપવાનું કહેતા બોલાચાલી કરી ગાળો અને લાફો મારી દીધાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement