ભાવનગરમાં હત્યાના કેસમાં એકને દસ વર્ષ; બીજા આરોપીને ત્રણ વર્ષ જેલ

25 February 2021 10:27 AM
Bhavnagar Crime
  • ભાવનગરમાં હત્યાના કેસમાં એકને દસ વર્ષ; બીજા આરોપીને ત્રણ વર્ષ જેલ

સરકારી વકિલની દલિલ-પુરાવાઓ માન્ય રાખી સ્પે.કોર્ટના જજનો ધાક બેસાડતો ચુકાદો

ભાવનગર તા.25
તા.16/7/2017ના રોજ સંજય ઉર્ફે લાવરી પ્રેમજીભાઈ ડાભી જાતે કોળી નામના શખ્સે ફરિયાદીની સગીર વયની ભત્રીજી ભોગ બનનારને સ્કુલે જતી વખતે રસ્તામાં ઉભા રહી, તેનું નામ લઈ, હેરાન પરેશાન કરતો હોઈ તેથી આ બાબતે ફરિયાદીએ આરોપી સંજય ઉર્ફે લાવરી ને ઠપકો આપવા જતા તેની સાથે ઝઘડો કરી, થપાડ વડે માર મારી જતા રહેલ અને ત્યારબાદ આરોપી સંજય ઉર્ફે લાવરીએ હાથમાં છરી લઈ આવી ફરિયાદી તથા મરણ જનાર વિમલભાઈ ભીખાભાઈ સરવૈયા સાથે લડાઈ ઝઘડો કરતા હોય તે દમ્યાન અલ્પેશ પ્રેમજીભાઈ ડાભી (રહે.બન્ને નેસવડ ગામ, રામાપીરના મંદિર સામે, તા.ઘોઘા) નાઓએ હાથમાં લાકડીનો ધોકો લઈ આવી, મરણ જનાર વિમલભાઈના માથાના ભાગે મૃત્યુ નિપજાવવા ઈરાદે એક ઘા મારી, ગંભીર ઈજા પહોંચાડી અને સારવાર દરમ્યાન મરણ જનારનું મોત નિપજાવી ખુન કરી અન્યોને સામાન્ય ધોલથપાટ કરી સગીરવયની યુવતીની છેડતી કરી ગુનાહીત કૃત્યમા ઉક્ત બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.આ બનાવ અંગે ફરિયાદીએ ઘોઘા પોલીસ મથકમાં સંજય ઉર્ફે લાવરી પ્રેમજીભાઈ ડાભી, કલ્પેશ પ્રેમજીભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત બન્ને આરોપીઓ સામે 302 તથા પોકસોની કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો.આ અંગેનો કેસ સ્પે.જજ (પોકસો) અને થર્ડ એડીશ્નલ સેસન્સ જજ એ.બી.ભોજક ની અદાલતમાં ચાલી જતા અદાલતે સંજય ડાભીને 6 માસની કેદની સજા અને રોકડ રૂા. એક હજાર દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા, આરોપી નં.1 સંજયને પોકસો એકટની કલમ 12 મુજબના ગુના સબબ ત્રણ વર્ષની સજા રોકડા રૂા.ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા, કલ્પેશ ડાભીને ઈપીકો કલમ 304 ભાગ-2ના ગુના સબબ 10 વર્ષ સખ્ત કેદની સજા અને રોકડા રૂા.10 હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.


Related News

Loading...
Advertisement