ભાવનગરમાં માસ્કના ચેકીંગ માટે મ.ન.પા. દ્વારા અધિકારીઓ ઉતારાયા

25 February 2021 10:22 AM
Bhavnagar
  • ભાવનગરમાં માસ્કના ચેકીંગ માટે મ.ન.પા. દ્વારા અધિકારીઓ ઉતારાયા

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગરમાં માસ્ક ડ્રાઈવ ફરી શરૂ કરાયું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારીને કારણે રચવામાં આવેલી માસ્ક ડ્રાઈવ ટીમ બંધ કરી દેવાઈ હતી. જેને હવે પુન: શરુ કરવામાં આવી છે. જેમાં ટીમ લીડર તરીકે પથુભા રાણા અને સભ્યોમાં સુરેન્દ્રસિંહ રાણા, ઘનશ્યામભાઈ મકવાણા, દર્શન દવે, નવદીપસિંહ ગોહિલ, રમીઝભાઈ શાહની માસ્ક ડ્રાઈવ ટીમમાં નિમણુંક કરવામાં આવી છે.


બે બાઈક અથડાતા યુવાનનું ટ્રકે તળે આવી જતા મોત
ભાવનગરનાં સિહોર તાલુકાનાં વરલ ગામે રહેતા યોગેશભાઈ પરસોતમભાઈ ઉ.વ.32 નામનાં યુવાનનું બાઈક અન્ય બાઈક સાથે વરલ ગામ નજીક અથડાતા યોગેશભાઈ જમીન પર પછડાયા હતા ત્યારે પાછળથી આવેલ ટ્રક નં. જી.ટી.એસ. 9151નાં વ્હીલમાં આવી જતાં ગંભીર ઈજા થતાં તેનું કરુણ મોત નિપજયું હતું.


Loading...
Advertisement