ગોંડલ યાર્ડમાં સફેદ ડુંગળીની વિપુલ આવક

25 February 2021 10:17 AM
Gondal
  • ગોંડલ યાર્ડમાં સફેદ ડુંગળીની વિપુલ આવક
  • ગોંડલ યાર્ડમાં સફેદ ડુંગળીની વિપુલ આવક

14 વિઘા જમીનમાં માલ ઉતારવાની વ્યવસ્થા

ગોંડલ તા.25
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી ની વિપુલ પ્રમાણ માં આવક થવા પામી હતી.બપોરબાદ સફેદ ડુંગળી આવક શરૂ કરતાં અંદાજે 1,50,000 ગુણી સફેદ ડુંગળી આવક થશે તેવું યાર્ડ ના સત્તાધીશો દ્વારા અનુમાન લગાવવા માં આવી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી ખરીદ કરેલ 14 વિઘા જમીન માં સફેદ ડુંગળી નો માલ ઉતારવા ની વ્યવસ્થા યાર્ડ ના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. ગઇકાલે સફેદ ડુંગળી ના ભાવ 20 કિલો ના 200 થી 350 સુધી ના બોલાયા હતા.તેમજ યાર્ડ ના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા એ જણાવ્યું હતું કે આજરોજ રાત્રી ના ધાણા ની આવક શરૂ કરવામાં આવશે જેમાં અંદાજે 1 લાખ થી વધુ ગુણી ધાણા ની આવક થશે તેવું યાર્ડ ના સત્તાધીશો દ્વારા અનુમાન લગાવવા માં આવ્યું હતું.યાર્ડ ના કર્મચારી દ્વારા દિવસ રાત એક કરી કોઈ ખેડૂત હેરાન નો થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.


Loading...
Advertisement