ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ, 1 દર્દીનું મોત

24 February 2021 08:26 PM
Gujarat
  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ, 1 દર્દીનું મોત

છેલ્લા 24 કલાકમાં 296 દર્દી સાજા થયા, એક્ટિવ કેસ વધીને 1,869 થયા, રિકવરી રેટ ઘટીને 97.66 ટકા થયો : કુલ કેસોની સંખ્યા 2,68,147 થઈ

રાજકોટઃ
ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 1,869 થયા છે. રિકવરી રેટ ઘટીને 97.66 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 380 કેસો નોંધાયા છે અને 1 દર્દીનું મોત થયું છે. જ્યારે 296 દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા 2,61,871 થઈ ગઈ છે. હાલ કુલ 33 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1836 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક 4407 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,68,147 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 84, સુરત 64, વડોદરા 80, રાજકોટ 55, જામનગર 16, ગાંધીનગર 10, કચ્છ - જુનાગઢ 7, ભાવનગર 6, આણંદ - ગીર સોમનાથ - ખેડા - સાબરકાંઠા 5, મહીસાગર - મહેસાણા - નર્મદા 4, છોટા ઉદેપુર - 3, ભરૂચ - દાહોદ - દેવભૂમિ દ્વારકા - મોરબી - પંચમહાલ - પાટણ 2, અમરેલી - અરવલ્લી - સુરેન્દ્રનગર - વલસાડ 1.


Related News

Loading...
Advertisement