ઈન્સ્ટન્ટ લોન એપમાં છે ઈન્સ્ટન્ટ છેતરાઈ જવાનો ભય

24 February 2021 06:25 PM
India Technology
  • ઈન્સ્ટન્ટ લોન એપમાં છે ઈન્સ્ટન્ટ છેતરાઈ જવાનો ભય

દેશમાં ઈન્સ્ટન્ટ લોન એપનો રાફડો ફાટયો : કોઈપણ કંપની પાસેથી લોન લેતા પહેલા તે આરબીઆઈ રજીસ્ટર્ડ છે કે કેમ તે ચકાસો

નવી દિલ્હી તા.24
દેશમાં ઈન્સ્ટન્ટ લોન (થોડી મીનીટોમાં લોન) આપનારી મોબાઈલ એપનો રાફડો ફાટયો છે.જેમાં અનેક એપ બોગસ હોય યુઝર છેતરપીંડીનો ભોગ બને છે. હાલ કોરોના સંકટના કારણે લોકોને અચાનક પૈસાની જરૂર પડવાના કારણે આવી એપનો સહારો લેતા હોય છે જે થોડી મીનીટોમાં લોન આપવાનો દાવો કરતી હોય છે.જોકે આવી એપમાં લોકો છેતરપીડીનો ભોગ પણ બન્યા છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે કેટલીક બાબતોની જાણકારી લોન લેતા પહેલા મેળવીને ખરી ફીનટેક કંપની પસંદ કરી શકો છો. આ સિવાય લીગલ બેન્કીંગ એપની ઓળખ કરવાની એક વધુ રીત એ છે કે તે એપ આરબીઆઈ રજીસ્ટર્ડ એનબીએફસીથી કાનૂની રીતે જોડાયેલી હોય જેવી રીતે દરેક લોન આપનારા કેવાયસી ચકાસે છે તેમ લોન લેનારે પણ લોન આપનાર કંપનીઓનાં બારામાં પણ જાણવુ જોઈએ કે તે આરબીઆઈ સાથે રજીસ્ટર્ડ છે કે નહિં.


Related News

Loading...
Advertisement