એકલતાને કારણે વધતા આપઘાત રોકવા જાપાનમાં લોન્લીનેસ મિનિસ્ટ્રીની રચના

24 February 2021 06:22 PM
World
  • એકલતાને કારણે વધતા આપઘાત રોકવા જાપાનમાં લોન્લીનેસ મિનિસ્ટ્રીની રચના

મોતની શહનાઈ બનતી તન્હાઈ! : મહામારી, પૈસા કમાવાની ભાગદોડના કારણે વિખૂટો પડેલો માણસ આજે એકલતાનો શિકાર બન્યો છે

ટોકયો (જાપાન) તા.24
આજની ભાગદોડભરી અને પૈસા કમાવવાની લહાય ભરેલી જીંદગીમાં કુટુંબથી પરિવારથી માણસ વિખૂટો પડી ગયો છે અને તેમાંથી સર્જાયેલી એકલતા માણસને કોરી ખાઈ જતી હોય છે, આ એકલતા કયારેક જીંદગીનો ભોગ પણ લઈ લેતી હોય છે. જાપાનની સરકારે એકલતાને દુર કરવા માટે એક અલગ મંત્રાલય ઉભુ કર્યુ છે. દેશમાં છેલ્લા 11 વર્ષમાં આત્મહત્યાના દરમાં વધારો થયો છે. આ સમસ્યાનો નિવેડો લાવવા સરકારે એક અલગ મંત્રાલયની રચના કરી છે.

જાપાનના વડાપ્રધાન યાશીહિદે સુગાએ કેબીનેટમાં મીનીસ્ટર ઓફ લોનલીને સજા નિયુકત કરી છે તેમણે આશા રાખી છે કે તે અલગ અલગ મંત્રીઓ અને એજન્સીઓની સાથે મળીને કામ કરશે. એકલતાના શિકાર લોકો તેમાંથી છુટવા માટે આત્મહત્યાને સરળ રસ્તો માને છે. ખાસ કરીને વૃદ્ધોમાં આ પ્રવૃતિ વધુ છે. આ સિવાય કોરોના મહામારીએ પણ કિશોરોમાં એકલતાની સમસ્યા વધારી દીધી છે.કિશોરોમાં વધારે પડતા ઈન્ટરનેટના ઉપયોગથી આમ થઈ રહ્યું છે.

એકલતા દુર કરવા માટે જાપાન પહેલા કેનેડામાં વ્યવસ્થા થઈ ત્યાં કોરોનાના કારણે ડિપ્રેશનમાં આવેલા લોકો માટે આ વ્યવસ્થા થઈ હતી. વર્ષ 2018 માં બ્રિટનની સરકારે પણ આવી વ્યવસ્થા કરી હતી.


Related News

Loading...
Advertisement