મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ

24 February 2021 06:15 PM
Rajkot ELECTIONS 2021 Politics
  • મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ
  • મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ
  • મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ
  • મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ
  • મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ
  • મેયર પદ માટે ડો.મોરઝરીયા આગળ; સ્ટે.ચેરમેન નેહલ શુકલ અથવા પુષ્કર પટેલ

શહેરના પ્રથમ નાગરીક પદે વોર્ડ નં.1ના પ્રજાપતિ સમાજના સ્વચ્છ તબીબ અલ્પેશભાઇની પસંદગી શકય : ડવ સહિતના નામો પણ ચર્ચામાં:ડે.મેયર, શાસક નેતા, દંડક પદ પર પટેલ સહિતના નગરસેવકોને તક : દેવાંગ માંકડ, જયમીન ઠાકર રેસમાં : સમિતિઓમાં અડધા માંડ સમાઇ શકશે!

રાજકોટ, તા. 24
મહાપાલિકાની ચૂંટણીનો જન ચુકાદો ભાજપ ઉ5ર પ્રેમના રૂપમાં વરસ્યો છે. કુલ 7રમાંથી 68 બેઠક પર ભાજપના કોર્પોરેટરો ચૂંટાઇ જતા હવે મનપામાં તમામ મુખ્ય અને પેટા સમિતિના હોદા આપવામાં આવે તો પણ અનેક કોર્પોરેટરને ખુરશી માટે બીજી ટર્મની રાહ જોવી પડે એટલી લાઇન લાગવાની છે. તે દરમ્યાન શહેરના પ્રથમ નાગરિક જેવું મેયર પદ આ વખતે અઢી વર્ષ માટે ઓબીસી અનામત હોય, હાલ અમુક નામોની ચર્ચા વચ્ચે વોર્ડ નં.1માંથી ચૂંટાયેલા ડો.અલ્પેશભાઇ મોરઝરીયા પાર્ટીની પસંદગી બની શકે તે વાત આગળ આવી છે. ઓબીસી સમાજના ઘણા કોર્પોરેટર ચૂંટાયા છે આથી તેમની સાથે અન્ય ત્રણેક નામ પણ ચાલે છે ત્યારે અન્ય ખુબ મહત્વના સ્ટે.ચેરમેનના પદ પર યુવા ચહેરાઓ નિશ્ર્ચિત મનાઇ રહ્યા છે.


પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને બીજા અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત છે. 24 વર્ષ બાદ મેયર પદમાં ઓબીસી રોટેશન આવ્યું છે. વોર્ડ નં.1માંથી ચૂંટાયેલા ડો.અલ્પેશ મોરઝરીયા રાજકોટના પ્રથમ નાગરિક બની શકે છે. આ સાથે આહિર સહિતની ઓબીસી જ્ઞાતિમાંથી અમુક પ્રતિનિધિના નામ પણ આ પદ સાથે ચર્ચામાં જોડાયેલા છે. આહિર સમાજમાંથી વોર્ડ નં.1રમાંથી પ્રદિપ ડવ, વોર્ડ નં.16માંથી નરેન્દ્ર ડવ, વોર્ડ નં.1માંથી હિરેન ખીમાણીયા, વોર્ડ નં.14માં નિલેશ જલુ, વોર્ડ નં.4માંથી કાળુભાઇ કુગસીયા, વોર્ડ નં.13માંથી જયાબેન ડાંગર, વોર્ડ નં.6માં મંજુબેન કુગસીયા ચૂંટાયા છે. મવડીનો કોંગ્રેસનો ગઢ તોડનાર પ્રદિપ ડવ અને કોઠારીયા રોડ પર કોંગ્રેસનો ગઢ તોડનાર નરેન્દ્ર ડવ પણ સ્વચ્છ નામો ગણાવાઇ રહ્યા છે. માલધારી સમાજ પણ ભાજપ સાથે રહ્યો છે.


મનપામાં વહીવટી સત્તાઓની દ્રષ્ટિએ સૌથી મુખ્ય ગણાતા સ્ટે.ચેરમેન પદ માટે આજની સ્થિતિએ વોર્ડ નં.7માંથી જંગી લીડ સાથે પ્રથમ વખત ચૂંટાયેલા નેહલ શુકલનું નામ ઘણું નિશ્ચિતમાનવામાં આવી રહ્યું છે. તો પૂર્વ ચેરમેન અને હવે સીનીયર કોર્પોરેટરમાં ખુબ આગળ આવી ગયેલા વોર્ડ નં.9ના પુષ્કર પટેલ પદ ઉપર પણ અનુભવી છે. તેમનું નામ પણ સ્ટે. ચેરમેન માટે ચાલે છે. પરંતુ પાર્ટી તેમને બીજી ટર્મમાં ચૂંટણી વર્ષમાં બેસાડી શકે તેવો પણ મત છે.


ડે.મેયર, શાસક પક્ષ નેતા, દંડક પદ માટે સામાકાંઠાના પાટીદાર કોર્પોરેટર બેસી શકે છે. પટેલ સમાજ પણ ભાજપ સાથે રહેવાવાળો છે. પૂર્વ ઝોનને આ કોઇ એક પદ ચોકકસ મળશે તેવું જાણકારો કહે છે. વોર્ડ નં.રમાંથી ચૂંટાયેલા એકટીવ કોર્પોરેટર મનીષ રાડીયા ઉપરાંત અશ્વિન પાંભર, નીતિન રામાણી, કેતન પટેલ, નિલેશ જલુ, પરેશ પીપળીયા, હાર્દિક ગોહિલ, હિરેન ખીમાણીયા જેવા યુવા ચહેરા પણ કોઇ આ મહત્વના પદ ઉપર અથવા મુખ્ય સમિતિના ચેરમેન પદે બેસી શકે છે.


હાલ તો નવા પદાધિકારીઓની વરણીને અઠવાડિયાની વાર છે. મેયર પદ માટે માત્ર રાજકોટ નહીં પરંતુ છએ છ મહાનગરોમાં ઓબીસી હેઠળ આવતી જ્ઞાતિઓનું પણ સંતુલન પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે. છેલ્લા વર્ષોમાં રાજકોટથી દિલ્હી સુધી નાનામાં નાની જ્ઞાતિને પદ અને મહત્વ આપવાની વાત જાણીતી છે. છતાં ભાજપ ટીકીટ હોય કે પદ, આશ્ર્ચર્ય સર્જવા માટે હવે જાણીતો પક્ષ બની ગયો છે. રાજકોટની પ્રજાએ હાલ તો મુખ્યમંત્રીના શહેરી વિકાસના દ્રષ્ટિકોણને જ મત આપ્યા છે. કોરોના કાળમાં પણ વિજયભાઇ રૂપાણીએ પોતાની અગાઉના મુખ્યમંત્રીઓ કરતા અલગ અને સફળ ઇમેજ ઉભી કરી છે અને તેને જનતાએ સ્વીકારી પણ છે. હવે પદાધિકારીઓની પસંદગીમાં ઓબીસી કેટેગરીમાં પણ જ્ઞાતિઓનું સંતુલન ખુબ મહત્વનું બનશે તે નકકી છે.

વોર્ડ નં.10માં કોંગ્રેસમાંથી હારેલા અભિષેક તાળા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હતા
વોર્ડ નં.10માં પણ ભાજપની પુરી પેનલ ચૂંટાઇ આવી છે. આ વોર્ડમાં હારનો સામનો કરનાર ચાર ઉમેદવાર પૈકી અભિષેકભાઇ તાળા દાયકા અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કરી ચુકયા છે. તેઓ આ વખતે પૂર્વ કોંગી નગરસેવક મનસુખભાઇ કાલરીયાની ટીમમાંથી ચૂંટણી લડતા હતા પરંતુ મતદારોએ પુરી પેનલને જાકારો આપ્યો છે.

કરણાભાઇ માલધારીનાપૌત્રીની કમનસીબ હાર
રાજકોટ, તા24 રાજકોટમાં એક માત્ર વોર્ડ નં.15માં કોંગ્રેસના ચાર કોર્પોરેટર ચૂંટાયા છે. અહીં હારેલી ભાજપની પેનલમાં ડો.મેઘાવીબેન માંડલભાઇ સિંધવનો સમાવેશ થાય છે. તેઓ ભાજપના જૂના સિનીયર અગ્રણી કરણાભાઇ માલધારીના પૌત્રી છે. તેઓને મહાપાલિકામાં પ્રવેશની તક મળી નથી.

સૌથી યુવા કોર્પોરેટર ડો.રાજેશ્વરીબેન ડોડીયા
રાજકોટ, તા. 24 મનપાની ચૂંટણીમાં સૌથી યુવા કોર્પોરેટર તરીકે ભાજપમાંથી વોર્ડ નં.10માંથી 28 વર્ષના ડો.રાજેશ્વરીબેન ડોડીયા ચૂંટાઇ આવ્યા છે. આ વોર્ડમાં ભાજપની પુરી પેનલ ચૂંટાઇ છે અને ગત વખતની જેમ પેનલ ન તુટતા આ વોર્ડે પણ પાર્ટીનું ધ્યાન ખેંચ્યુ છે.

વોર્ડ નં.2માંથી સૌથી વધુ મત મેળવનાર
‘જાયન્ટ કીલર’ જયમીન ઠાકરને પણ મોટુ પદ..!

મહાપાલિકાની ચૂંટણીમાં 2015માં ચૂંટાયેલા વોર્ડ નં.રના ત્રણેય કોર્પોરેટરને ભાજપે રીપીટ કરતા ઉમેદવારોએ ભરોસો સાર્થક કર્યો છે. પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ સમિતિ ચેરમેનો જયમીન ઠાકર, મનીષા રાડીયા સાથે મીનાબેન જાડેજા ચૂંટાઇ આવ્યા છે. આ વોર્ડને પણ મનપામાં મોટુ પદ મળે તેવી શકયતા છે. વોર્ડ નં.2માં ચૂંટણી લડતા કોંગ્રેસના 108 જેવા મજબુત ઉમેદવારની પેનલને હરાવનાર ભાજપ પેનલમાંથી જયમીન ઠાકરને સૌથી વધુ 14634 મત મળ્યા છે. તેઓએ અગાઉ સમાજ કલ્યાણ અને આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે યાદગાર કામગીરી કરી છે. તેમના અને મનીષભાઇના કામને યાદ રાખી જ્ઞાતિવાદમાં આવ્યા વગર મતદારોએ પેનલ ટુ પેનલ મત આપ્યા છે. આ વોર્ડ પણ ભાજપના ગઢ જેવો છે. આથી આ વોર્ડમાંથી મનપાની મુખ્ય ખુરશીમાંથી કોઇ પ્રતિનિધિને પાર્ટી બેસાડી શકે તેવું લાગી રહ્યું છે.

 


Related News

Loading...
Advertisement