કોંગ્રેસના 37 ઉમેદવારો અને આપના 72માંથી 68 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ

24 February 2021 05:56 PM
Rajkot ELECTIONS 2021 Politics
  • કોંગ્રેસના 37 ઉમેદવારો અને આપના 72માંથી 68 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ

રાજકોટમાં ભાજપના કલીનસ્વીપથી અપક્ષ લડી રહેલા 80 ઉમેદવારો ડિપોઝીટ બચાવી શકયા નહી:રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 185 ઉમેદવારોએ ડિપોઝીટ પાછી લેવા ધક્કો ખાવાની જરૂર નથી : વોર્ડ નં.3, 8, 9માં કોંગ્રેસની પૂરી પેનલની ડિપોઝીટ ગઇ : આપ ફકત વોર્ડ નં.4માં ત્રણ ઉમેદવાર અને વોર્ડ નં.10માં એક ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા

રાજકોટ તા.24
રાજકોટમાં ગઇકાલે આવેલા મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપે લગભગ કલીન સ્વીપ કરી નાંખી હતી અને ફકત વોર્ડ નં.1પમાં કોંગ્રેસને વિજય મળતાં મહાપાલિકાના વોર્ડમાં કોંગ્રેસના 4 સભ્યોનું પ્રતિનિધિત્વ રહેશે તે નિશ્ર્ચિત થયું છે. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ડિપોઝીટી ગુમાવવાનો રેકોર્ડ કર્યો હોય તેવી સ્થિતિ છે. મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 185 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે. જેમાં કોંગ્રેસના 37 અને આપના 68 તથા અપક્ષ તરીકે ઉભા રહેલા 80 ઉમેદવારોની ડિપોઝીટ ગઇ છે.

જેમાં વોર્ડ નં.1માં કોંગ્રેસના 3 ઉમેદવારો કે જે વોર્ડમાં કોંગ્રેસ પક્ષનો ચોથો ઉમેદવાર હતો જ નહી ત્યાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોની ડિપોઝીટ ગઇ છે જયારે આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે અને 10 અપક્ષોએ ડિપોઝીટ ગુમાવી છે. આ વોર્ડમાં કુલ 1,11,165 જેમાં ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારોને કુલ 6948 મત મળ્યા હતા અને આ વોર્ડમાં કુલ 17 લોકોએ ડિપોઝીટ ગુમાવી હતી. વોર્ડ નં.2માં કુલ 96,983 પડયા જેમાં કોંગ્રેસના 3, આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી અને તેઓને સાત ઉમેદવારોને કુલ 661 મત મળ્યા છે. વોર્ડ નં.3માં કુલ 1,40,363 મત પડયા હતા.

જેમાં કોંગ્રેસના તમામ 4, આમ આદમીના પણ ચાર અને અપક્ષના ત્રણ લોકોની ડિપોઝીટ ગઇ હતી. વોર્ડ નં.4માં કુલ 1,00,472 મત પડયા હતાં. જેમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારની અપક્ષ સાત ઉમેદવારોની ડિપોઝીટ ગઇ છે. આ વોર્ડમાં કુલ 11 લોકોની ડિપોઝીટ ડુલ થઇ હતી. વોર્ડ નં.પમાં 94,472 મત પડયા અને તેમાં કોંગ્રેસના 2, આમ આદમી પાર્ટીના 4 અને અન્ય 2ની ડિપોઝીટ ગઇ હતી. આ વોર્ડમાં કુલ 8 લોકોની ડિપોઝીટ ડુલ થઇ છે. વોર્ડ નં.6માં 96,149 મત પડયા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારો તેની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા. આમ આદમી પાર્ટીના 4 અને અન્ય બે અપક્ષોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. વોર્ડ નં.7માં કુલ 1,04,855 મત પડયા જેમાં કોંગ્રેસના એક અને આપના 4 ઉમેદવારોએ તથા બે અપક્ષોએ પણ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. વોર્ડ નં.8માં 117484 મતો પડયા અને તેમાં કોંગ્રેસ અને આપ બંનેની પેનલની ડિપોઝીટ ગઇ અન્ય સાત ઉમેદવારોની પણ ડિપોઝીટ ગઇ છે. આમ વોર્ડ નં.8માં કુલ 1પ ઉમેદવારોની ડિપોઝીટ ગઇ હતી.


વોર્ડ નં.9માં 1,22,272 મત પડયા છે. જેમાં કોંગ્રેસ તથા આપની પેનલની ડિપોઝીટ ગઇ છે અને અન્ય ચાર ઉમેદવારોએ પણ ડિપોઝીટ ગુમાવી હતી. વોર્ડ નં.10માં 100148 મતો પડયા હતા. અને તેમાં કોંગ્રેસના 2 અને આપના 4 તથા અન્ય બે પોતાની ડિપોઝીટ બચાવી શકયા ન હતા. વોર્ડ નં.11માં 134472 મતો પડયા હતાં અને તેમાં કોંગ્રેસના તથા આપના 3-3 તથા અન્ય પાંચ ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શકયા નથી. વોર્ડ નં.12માં 109687 મતો પડયા અને તેમાં કોંગ્રેસના એક તથા આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો અને અન્ય ત્રણની ડિપોઝીટ ગઇ હતી. વોર્ડ નં.13માં 103251 મતો પડયા હતા.

જેમાં કોંગ્રેસના 2 અને અન્ય 4 ઉપરાંત 9 અપક્ષની ડિપોઝીટ ગઇ હતી. વોર્ડ નં.14માં 103752 મતો પડયા છે અને તેમાં કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 4 અને અન્ય ત્રણની ડિપોઝીટ ગઇ હતી. વોર્ડ નં.15માં 101748 મતો પડયા હતાં જેમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો અને સાત અપક્ષોની ડિપોઝીટ ગઇ હતી. વોર્ડ નં.16માં 91092 મતો પડયા હતા અહીં કોંગ્રેસના ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીના ચારે ઉમેદવારોએ ડિપોઝીટ પરત લેવા જવાની ચિંતા નથી અને અન્ય ત્રણ માટે પણ આવી સ્થિતિ છે. વોર્ડ નં.17માં 112179 મતો પડયા જેમાં કોંગે્રસના 2 અને આપના 4 તથા અન્ય 4એ પણ પોતાની ડિપોઝીટ ગુમાવી છે. વોર્ડ નં.18માં 114444 મતો પડયા છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર સહિતના ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે. જયારે આમ આદમી પાર્ટીના તમામ 4 અને અન્ય સાત ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શકયા નથી.


Related News

Loading...
Advertisement