વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને બેસવા માટે ખાસ ખુરશી-માઇકની વ્યવસ્થા થઇ

24 February 2021 05:50 PM
Ahmedabad Gujarat
  • વિધાનસભાની પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને બેસવા માટે ખાસ ખુરશી-માઇકની વ્યવસ્થા થઇ

રાજકોટ તા.24
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. તો બીજી તરફ કોરોનાની મહામારીના કારણે ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવતા નાગરિકો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવશે. ઉપરાંત વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં 3 પ્રેક્ષક ગેલેરી અને 1 વીવીઆઈપી ગેલેરી નો ઉપયોગ ધારાસભ્યોની બેઠક માટે કરવામાં આવશે અને આ માટે વિધાનસભા ગૃહની અંદર અંદાજિત 70 લાખ થી વધુના ખર્ચે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર બદલાવ કરવામાં આવ્યો છે . જોકે ચાલુ સત્રમાં રાજકીય પાર્ટીના ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે .


Related News

Loading...
Advertisement