આઈઆરસીટીસી દ્વારા કુંભ સ્પેશ્યલ ટ્રેન તા.6 માર્ચથી રાજકોટથી દોડશે

24 February 2021 05:38 PM
Rajkot Travel
  • આઈઆરસીટીસી દ્વારા કુંભ સ્પેશ્યલ ટ્રેન તા.6 માર્ચથી રાજકોટથી દોડશે

યાત્રા દરમ્યાન મથુરા, હરીદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર, માતા વૈષ્ણોદેવીના યાત્રીને દર્શન થશે

રાજકોટ તા.24
રેલ્વે મંત્રાલયનાં સહયોગથી રીજીયોનલ ઓફીસ અમદાવાદ દ્વારા વિશેષ તીર્થયાત્રી ટ્રેન 6 માર્ચ 2021 ના રોજ સ્પેશ્યલ ટુરીસ્ટ ટ્રેન દરેક પોસ્ટ કોવીડ નિયમોને ધ્યાનમાં રાખીને યાત્રીઓની માંગ પર ભારતીય રેલવે કેટરીંગ તેમજ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા કુંભ સ્પેશ્યન ટ્રેન ચલાવવાની રજુઆત થઈ છે જે મુજબ 6 માર્ચ 2021 થી રાજકોટથી આ ટ્રેન ચલાવવામાં આવશે.
આ ટ્રેન રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત ફરશે. આ ટ્રેનમાં જોવાલાયક સ્થળો મથુરા, હરીદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વાઘા બોર્ડર અને માતા વૈષ્નોદેવીના દર્શન કરાવશે. જેમાં યાત્રા, ભોજન, ધર્મશાળા, આવાસ વગેરેની વ્યવસ્થા છે.વધુ માહીતી માટે ફોન નં.079 26582675, 8287931634 તેમજ ઓનલાઈન બુકીંગ સુવિધા ઠઠઠ.શભિભિંજ્ઞિીંતશતળ.ઈજ્ઞળ નો સંપર્ક કરવા જીએસટી સહીત પેકેજનો ચાર્જ રૂા.8505 છે.


Related News

Loading...
Advertisement