કોલકતા, તા. ર4
પશ્ચીમ બંગાળમાં હવે ટુંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થવાની છે ત્યારે પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ આજે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણની ઇનીંગની શરૂઆત કરી છે. મનોજ તિવારીએ ટ્વીટ કરીને લોકો પાસે સમર્થનની માંગ કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે આજથી એક નવી યાત્રાની શરૂઆત થઇ છે આપતા પ્રેમ અને સમર્થનની જરૂર છે. મનોજ તિવારીએ જણાવ્યું હતું કે મારે કઠિન પીચ પર તૃણમૂલ કોંગ્રેસ માટે બેટીંગ કરવાની છે. ખુબ હોમવર્ક બાદ રાજનીતિમાં આવી રહ્યો છું. મે ગરીબી જોઇ છે અને મને ખબર છે કે લોકોનું શું દુ:ખ હોય છે તેમના માટે કામ કરવા માંગુ છું.