કોંગ્રેસ મુકત રાજકોટ : રજાકભાઇ અગવાનની આગાહી સાચી પડી, હવે કોંગ્રેસ મુકત સૌરાષ્ટ્રનોનિશ્ચિત

24 February 2021 05:35 PM
Rajkot ELECTIONS 2021 Politics
  • કોંગ્રેસ મુકત રાજકોટ : રજાકભાઇ અગવાનની આગાહી સાચી પડી, હવે કોંગ્રેસ મુકત સૌરાષ્ટ્રનોનિશ્ચિત

રાજકોટ શહેર ભાજપના અગ્રણી દ્વારા મહાપાલિકા ચૂંટણી પ્રચારના પ્રારંભે જ તેમની કારમાં કોંગ્રેસ મુકત રાજકોટનો સંકેત આપી દીધો હતો : શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઇ

રાજકોટ તા.24
રાજકોટ મહાનગરપાલિકામાં જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ પક્ષ માટે જે રીતે કારમો પરાજય સહન કરવો પડયો છે તે અંગે રાજકોટ શહેર ભાજપના અગ્રણી અને શકિત કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી રજાકભાઇ અગવાને ચૂંટણી પ્રચારના પ્રારંભે જ આગાહી કરી રાજકોટ કોંગ્રેસ મુકત થશે તેવા અભિયાનને આગળ વધારતાં તેમની કાર પર લગાવેલા વિશાળ સ્ટીકરમાં કોંગ્રેસ મુકત રાજકોટની આગાહી પણ કરી દીધી હતી. જે આજે સાચી પડી છે અને તે બદલ રજાકભાઇ અગવાનને શહેર ભાજપના અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

આ પ્રચારના પ્રારંભે શ્રી અગવાને પક્ષના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં રાજકોટમાં કોંગ્રેસને લોકો મોટો જાકારો આપશે તેવુ ભવિષ્ય ભાંખી દીધુ હતું. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજય સરકારે અને મહાપાલિકામાં ભારતીય જનતા પક્ષના શાસનમાં જે વિકાસના કામો થયા તેને જનતા સ્વીકારશે અને કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને લોકો ફગાવશે તેવુ શ્રી અગવાને જણાવી દીધુ હતું અને તેથી જ તેમની કાર પર ભારતીય જનતા પક્ષના પોસ્ટરની સાથે કોંગ્રેસ મુકત રાજકોટનું સ્લોગન પણ લગાવીને એક રાજકીય દ્રષ્ટિનો પરિચય આપી દીધો હતો. જે આજે સાચો પડયો છે

અને હવે તેઓ કોંગ્રેસ મુકત સૌરાષ્ટ્રના સ્લોગન સાથે આવી રહ્યા છે અને આગામી પંચાયતોની તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં રાજકોટ સહિત મહાનગરોની જેમ જ સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કોંગ્રેસને કારમો પરાજય મળશે અને ભાજપના વિજય રથને રોકી શકાશે નહી તેવુ ભવિષ્ય ભાંખ્યુ છે અને તેઓ વિશ્ર્વાસ ધરાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપની ટીમ જે રીતે કામ કરી રહી છે અને લોકો પણ ભાજપ સાથે જોડાવા માટે આતુર છે તેથી કોંગ્રેસ મુકત સૌરાષ્ટ્રના દિવસો દૂર નથી.


Related News

Loading...
Advertisement