શેરબજારનો ટ્રેડીંગ સમય વધારાયો: આજે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાનું જાહેર

24 February 2021 05:33 PM
Business India Top News
  • શેરબજારનો ટ્રેડીંગ સમય વધારાયો: આજે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાનું જાહેર

ટ્રેડરોને રાહત: ખોટકા પૂર્વેનાં ઉભા સોદા સરખા કરી શકાશે

રાજકોટ ત.24
દેશના વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટા નેશનલ સ્ટોક એકસચેંજમાં ટેકનીકલ ખામીને કારણે સવારે પોણા બાર વાગ્યાથી કામકાજ ખોરવાઈ ગયા હતા અને સાડા ત્રણ આસપાસ ટેકનીકલ ક્ષતિ દુર થઈ હતી. જેને પગલે કામકાજનો સમય લંબાવવામાં આવ્યો છે. નેશનલ સ્ટોક એકસચેંજની જાહેરાત પ્રમાણે માર્કેટ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે 3-45 થી 15 મીનીટનું પ્રિ-ઓપન સેશન રહેશે. એનએસઈની જેમ બીએસઈ પણ પાંચ વાગ્યા સુધી ચાલૂ રહેનાર છે. એનએસઈ ઠપ્પ થવાને કારણે પોણા બાર વાગ્યા સુધીનાં ઉભા સોદાનું શું થશે તેવા સવાલ ઉઠયા હતા. ડેઈલી ટ્રેડીંગનાં સોદા સરખા ન થઈ શકે તો મોટી અસર ઉભી થવાનું જોખમ હતું ટ્રેડીંગ સમય વધારાતા તમામ વર્ગોને રાહત થઈ હતી.


Related News

Loading...
Advertisement