ક્રિકેટ સ્ટેડીયમને નરેન્દ્ર મોદી નામ અપાતા હાર્દિક પટેલનો વિરોધ: સરદાર સાહેબનું અપમાન છે

24 February 2021 05:29 PM
Gujarat
  • ક્રિકેટ સ્ટેડીયમને નરેન્દ્ર મોદી નામ અપાતા હાર્દિક પટેલનો વિરોધ: સરદાર સાહેબનું અપમાન છે

અમદાવાદ: આજે રાષ્ટ્રપતિના હસ્તે ખુલ્લા મુકાયેલા અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડીયમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરીકે નામાંકરણ કરવાના ગુજરાત ક્રિકેટ એસો.ના નિર્ણય સામે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે વિરોધ કરતા સરદાર પટેલનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. હાર્દિક પટેલે ટવીટ કરીને જણાવ્યું કે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમનું નામ બદલીને સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ નામ રખાયુ છે તો શું તે સરદાર પટેલનું અપમાન નથી! સરદાર પટેલના નામ પર મત માંગનાર ભાજપ હવે સરદાર પટેલ સાહેબનું અપમાન કરે છે પણ ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન કરશે નહી. જો કે જાણકાર સૂત્રના જણાવ્યા મુજબ ફકત ક્રિકેટ સ્ટેડીયમને જ નરેન્દ્ર મોદી નામ અપાયુ છે જે મોટેરા ખાતેના 2600 એકરમાં પથરાયેલા વિશાળ સ્પોર્ટસ સંકુલનો એક ભાગ છે. પુરા સ્પોર્ટસ સંકુલને સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ નામ અપાયુ છે અને આ સંકુલમાં ફુટબોલ-રગ્બી સહિતની અનેક ખેલ માટેના કોર્ટ ખાસ સ્ટેડીયમ કોર્ટ છે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્વીમીંગ પુલ છે અને વિશાળ એકટીવીટી સેન્ટર છે. આમ સમગ્ર સંકુલનું નામ સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ છે અને નરેન્દ્ર મોદીનું નામ ફકત ક્રિકેટ સ્ટેડીયમ સાથે જ જોડવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement