તા.1 માર્ચથી વાંકાનેર-મોરબી વચ્ચે ત્રણ ડેમુ સ્પેશ્યલ ટ્રેન દોડશે

24 February 2021 05:12 PM
Morbi Rajkot Travel
  • તા.1 માર્ચથી વાંકાનેર-મોરબી વચ્ચે ત્રણ ડેમુ સ્પેશ્યલ ટ્રેન દોડશે

રેલવેની યાદી મુજબ મુસાફરોની સુવિધા માટે તા.1 માર્ચથી વાંકાનેર-મોરબી વચ્ચે રોજ ત્રણ ડેમુ સ્પેશ્યલ ટ્રેન દોડવા લાગશે. જેમાં ટ્રેન નં.09491 સવારે 7:10 કલાકે વાંકાનેરથી રવાના થશે અને 7:પપ મોરબી પહોંચશે. આ જ રીતે ટ્રેન નં.9442 મોરબી-વાંકાનેર સવારે 8:10 કલાકે મોરબીથી રવાના થશે અને 8:પપ કલાકે વાંકાનેર પહોંચશે. ટ્રેન નં.9443 વાંકાનેર-મોરબી સવારે 9:30 કલાકે વાંકાનેરથી રવાના થશે અને 10:પપ કલાકે મોરબી પહોંચશે. જયારે આ જ ટ્રેન મોરબી-વાંકાનેર બપોરે 13:05 કલાકે મોરબીથી રવાના થશે અને 13:50 વાંકાનેર પહોંચશે. ટ્રેન નં.9439 વાંકાનેર-મોરબી ડેમુ સાંજના 7:20 કલાકે વાંકાનેરથી રવાના થશે અને 8:05 કલાકે મોરબી પહોંચશે અને મોરબી-વાંકાનેર રાત્રે 8:20 કલાકે રવાના થશે અને 9:05 કલાકે વાંકાનેર પહોંચશે.


Related News

Loading...
Advertisement