કોણ માનશે? દુનિયાના કેટલાંક દેશોમાં પેટ્રોલ માત્ર રૂા.2,4 અને 10 માં લીટર મળે છે!

24 February 2021 03:19 PM
World
  • કોણ માનશે? દુનિયાના કેટલાંક દેશોમાં પેટ્રોલ માત્ર રૂા.2,4 અને 10 માં લીટર મળે છે!

વેનેઝુએલા, ઈરાન, અંગોલોમાં મફતના ભાવે પેટ્રોલ પડોશી દેશો નેપાળ, શ્રીલંકા, પાક.માં પણ ભારત કરતા સસ્તુ પેટ્રોલ

નવી દિલ્હી તા.24
દેશમાં છેલ્લા કેટલાંક દિવસથી પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે અને રૂા.100 નું લીટર પેટ્રોલ થયું છે. ત્યારે તમને એ જાણીને આશ્ર્ચર્યનો આઘાત લાગશે કે દુનિયામાં એવા કેટલાંક દેશો છે જયાં પેટ્રોલ માત્ર રૂા.2, રૂા.4 અને રૂા.10 માં લીટર વેંચાય છે.કથા છે તે દેશો જયાં પેટ્રોલ પાણી કરતા પણ ઓછા ભાવે વેંચાઈ રહ્યું છે.


વેનેઝુએલામાં ભાવ દોઢ રૂપિયો:
દુનિયાભરના દેશોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત બતાવનારી વેબસાઈટ અનુસાર લેટીન અમેરીકી દેશ વેનેઝુએલામાં 22 ફેબ્રુઆરીએ પેટ્રોલનો ભાવ ભારતીય મુદ્રા અનુસાર એક લીટરનો 1 રૂપિયો 45 પૈસા હતો.


ઈરાનમાં ભાવ 4 રૂપિયા:
સસ્તા ભાવે પેટ્રોલ વેચવાના કિસ્સામાં વેનેઝુએલા બાદ ઈરાનનો નંબર આવે છે. અહી એક લીટર પેટ્રોલનો ભાવ 4 રૂપિયા 39 પૈસા છે.


સસ્તુ પેટ્રોલ વેચતા ટોપ દેશો:
વેનેઝુએલા અને ઈરાન બાદ અંગોલા એવો દેશ છે જયાં પેટ્રોલ રૂા.17.77 ના ભાવે પ્રતિલીટર વેંચાય છે. ત્યારબાદ અલ્જીરીયામાં રૂા.25.032, કુવૈતમાં રૂા.25.133, સુદાનમાં રૂા.27.407, કઝાખસ્તાનમાં રૂા.29.825, તુર્કમેનીસ્તાનમાં રૂા.31.084 નાઈજીરીયામાં 31.568 પ્રતિ લીટર ભાવ છે.


ભારતના પાડોશી દેશોમાં પણ સસ્તા દરે પેટ્રોલ વેંચાય છે:
ભારતના પાડોશી દેશોમાં પણ ખૂબ જ સસ્તા દરે પેટ્રોલ વેંચાય છે. આ દેશોમાં નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા આર્થિક રીતે નબળા દેશો પણ સામેલ છે. તાકતવર ચીનમાં પેટ્રોલની કિંમત રૂા.77.022 છે. જયારે પાકિસ્તાનમાં રૂા.51.119, શ્રીલંકામાં રૂા.60.452, નેપાળમાં 69.054, ભૂતાનમાં રૂા.49.564 પ્રતિ લીટર પેટ્રોલના ભાવ છે.


Related News

Loading...
Advertisement