મુંબઇ તા.24
ભારતીય શેરબજારમાં આજે નેશનલ સ્ટોક એકસચેન્જના નેટવર્કમાં ક્ષતિ સર્જાતા ફયુચર એન્ડ ઓપ્શન માર્કેટ સવારે 11:40 કલાકે અને કેશ માર્કેટ 11:43 કલાકે બંધ કરી દેવુ પડયુ હતું અને હજુ આ સ્થિતિ યથાવત છે. એનએસસીમાં જે ટેલીકોમ લીંક પૂરી પાડે છે બે કંપનીઓના નેટવર્કમાં કોઇ ક્ષતિ સર્જાઇ હતી અને લીંકનો ઇશ્યુ હોવાનું જણાવાયું હતું. જેના કારણે એનએસસીમાં તમામ કામકાજ બંધ કરી દેવાની ફરજ પડી હતી અને બ્રોકર્સ તથા ટ્રેડર્સ સહિતના તમામ ઇન્વેસ્ટરને રાહ જોવાની ફરજ પડી છે. નિફટી 50, બેંક નિફટી સહિત સેગ્મેન્ટમાં અસર થઇ છે અને તેના કારણે હાલ આ લખાય છે ત્યારે કામકાજ હજુ ઠપ્પ છે. બપોરે 12:09 કલાકે હજુ યથાવત સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે એનએસસી દ્વારા તેનું નેટવર્ક યોગ્ય કરવા પ્રયત્ન થઇ રહ્યા છે. એનએસસીનું નેટવર્ક ઠપ્પ થતાં સ્ટોક બ્રોકર અને અન્યો માટે તેના સોદા કરવાનું મુશ્કેલ થઇ ગયુ હતું અને ટવીટર પર રોકાણકાર તથા દલાલોએ જબરા ટવીટ કરીને નેટવર્ક જલદી ચાલુ કરવા માટે ઝુંબેશ ચલાવી હતી.