ગુજરાતમાં થ્રી-એંગ્રી યંગમેન પોલીટીશ્યનનો અસ્ત! ગોપાલ ઈટાલીયા કેજરીવાલથી ‘પ્રકાશિત’

24 February 2021 01:02 PM
ELECTIONS 2021 Gujarat Politics
  • ગુજરાતમાં થ્રી-એંગ્રી યંગમેન પોલીટીશ્યનનો અસ્ત! ગોપાલ ઈટાલીયા કેજરીવાલથી ‘પ્રકાશિત’
  • ગુજરાતમાં થ્રી-એંગ્રી યંગમેન પોલીટીશ્યનનો અસ્ત! ગોપાલ ઈટાલીયા કેજરીવાલથી ‘પ્રકાશિત’
  • ગુજરાતમાં થ્રી-એંગ્રી યંગમેન પોલીટીશ્યનનો અસ્ત! ગોપાલ ઈટાલીયા કેજરીવાલથી ‘પ્રકાશિત’

હાર્દિકની ચૂંટણીમાં અસર નથી તે સાબિત: અલ્પેશે ખુદે જ પોતાનું કદ વેતરી નાખ્યું: જીજ્ઞેશ મેવાણી અદ્રશ્ય થઈ ગયા

રાજકોટ:
ગુજરાતમાં આ ચૂંટણીમાં 2017ની ધારાસભા ચૂંટણીના ત્રણ એંગ્રી યંગમેનની જરાપણ ચર્ચા નથી અને હવે અરવિંદ કેજરીવાલ અચાનક જ ચિત્રમાં આવી ગયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર મેદાનમાં હતા તો અપક્ષ તરીકે જીજ્ઞેશ મેવાણીએ પોતાનો પ્રભાવ પાથર્યો હતો પણ સમય જતા આ ત્રણેય ચહેરાઓ હવે તેજ-હિન બની ગયો છે. અલ્પેશ ઠાકોર જીતેલી બાજી હારી ગયા. તેઓએ ભાજપમાં જોડાવાનું પસંદ કરીને રાજકીય રીતે તેનું કદ ઘટાડયું અને બાકી હતું તે ભાજપે જ તેને ‘માથે રહીને હરાવ્યા’ તેવું તે ખુદ કહે છે.


જીજ્ઞેશ મેવાણી તેની મર્યાદા સમજી ગયા છે અને હાર્દિક પટેલ હવે સિલેકટીવ બની રહી છે. મહાપાલિકા ચૂંટણીમાં તેના પ્રચારના સ્થળોએ પણ કોંગ્રેસનું ધોવાણ થયુ છે અને પક્ષના આ કાર્યકારી પ્રમુખ કદાચ પક્ષથી જ અલગ ચાલી રહ્યા હોવાના સંકેત છે. આ ચૂંટણીમાં સુરતમાં જે 25 બેઠકોમાં ‘આપ’ને સફળતા મળી પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે તા.26ના સુરત આવી આપનો પાયો નાંખવા અને ખાસ કરીને 2015માં જે રીતે પાટીદારોને કોંગ્રેસને જીતાડી હતી તે ફેકટરને ‘આપ’ની તરફેણમાં કરવા પ્રયાસ કરશે અને તેઓ ગોપાલ ઈટાલીયા જે ‘આપ’ના ગુજરાતના પ્રમુખ છે તેઓ રાજયના નવા યુવા ચહેરા તરીકે ખુદને સ્થાપવા આતુર છે. હાર્દિક પટેલ હવે જીતના શિલ્પી કે ફેકટર રહ્યા નથી તે નિશ્ર્ચિત થયુ છે. અલ્પેશ ખુદની જીત મેળવી શકયા નથી અને ભાજપમાં તેને સ્ટાર પ્રચારક તરીકે સ્થાન મળ્યું તેમાં પણ કોઈ રીતે ચમકયા નથી. તેની સામે ભાજપે છ મહાપાલિકામાં યુવા વર્ગનું સામુહિક નેતૃત્વ આવ્યુ છે અને પંચાયતમાં પણ ઘણા મોટા ચહેરા હશે.


Related News

Loading...
Advertisement