સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ઠંડી ગાયબ !

24 February 2021 12:50 PM
Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ઠંડી ગાયબ !

રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ડીસા-કેશોદ-પોરબંદર-અમરેલી સહિત અનેક સ્થળોએ 3પ થી 36 ડીગ્રી તાપમાન વચ્ચે ઉનાળા જેવી ગરમી

રાજકોટ તા. 24 :
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પણ ઠંડી નહીવત રહેવા પામી હતી. જયારે ગઇકાલે બપોરે રાજકોટ સહીત અમદાવાદ-ડીસા-વડોદરા-સુરત-કેશોદ-પોરબંદર-સુરેન્દ્રનગર-અમરેલી, ગાંધીનગર, અને મહુવામાં 35 થી  36 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાતા ઉનાળા જેવી આકરી ગરમી નોંધાઇ હતી.આ ઉપરાંત આજે સવારે રાજકોટમાં 19.5 તથા ભુજમાં 17.8, નલીયામાં 12.3, કંડલામાં 17.4 ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતુ. તેમજ આજે સવારે અમદાવાદ ખાતે 15.5, ડીસામાં 15.8, વડોદરા 17.6, સુરતમાં ર0.8, કેશોદમાં 17, ભાવનગરમાં 19.6, પોરબંદરમાં 15.8, વેરાવળમાં22, દ્વારકામાં 23.2, ઓખામાં 21.3, સુરેન્દ્રનગરમાં 19.6, અમરેલીમાં 19.4, ગાંધીનગરમાં 14, મહુવામાં 19.3, દિવમાં 18, વલસાડમાં 12.5 અને વલ્લભ વિધાનગર ખાતે 18.6 ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતુ.


Related News

Loading...
Advertisement