સૌરાષ્ટ્રમાં ફરી કોરોના ઉછળ્યો : નવા 81 કેસનો વધારો

24 February 2021 11:54 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ફરી કોરોના ઉછળ્યો : નવા 81 કેસનો વધારો

રાજકોટ જિલ્લો પ2 કેસ સાથે અગ્રસ્થાને : દ્વારકામાં પુન: 2 કેસ : કચ્છમાં નવા 7 પોઝીટીવ : વેકસીન રસીકરણના બીજા તબક્કામાં કોરોના હજુ કાબુ બહાર :

રાજકોટ તા.24
સૌરાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયામાં મતદાન બાદ ફરી કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં કેસોની સંખ્યા બમણી થઇ છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં નવા 81 પોઝીટીવ કેસ સામે 75 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ 44 શહેર 8 ગ્રામ્ય કુલ 52, જામનગર-8, ભાવનગર-6, જૂનાગઢ-4, ગીર સોમનાથ-પ, અમરેલી, દ્વારકા, મોરબી 2-2 સહિત 81 પોઝીટીવ કેસ નોંધાયા છે.
જયારે રાજકોટ-36, જામનગર-8, ભાવનગર-8, જૂનાગઢ-3, ગીર સોમનાથ-13, દ્વારકા-1, મોરબી-3, બોટાદ-1, પોરબંદર-2 સહિત 75 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
કચ્છમાં નવા 7 પોઝીટીવ કેસ સામે પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં નવા 348 કેસ સામે 294 દર્દીઓ સાજા થયા છે. રાજયનો રીકવરી રેઇટ 97.69 ટકા નોંધાયો છે. રાજયમાં કોરોના રસીકરણમાં કુલ 8,14,435 વ્યકિતઓને ડોઝ આપવામાં આવ્યો છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતાની સાથે જ ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભા મેળાવડા, સમુહ ભોજન સમારંભોમાં સરકારની ગાઇડ લાઇનનો સરેઆમ છેદ ઉડયો હતો. તો બીજી તરફ આરોગ્ય તંત્રએ ટેસ્ટીંગ કામગીરીમાં છીલ મુકયા બાદ ફરી ટેસ્ટીંગ કામગીરી ગતિશીલ બનાવતા કોરોના કેસમાં વધારો નોંધાયો છે. રાજકોટ શહેરમાં નવા 44 પોઝીટીવ અને 8 ગ્રામ્ય મળી કુલ 52 કેસ નોંધાયા છે. જેની સામે 36 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શહેરનો કુલ આંક 16 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયુ નથી. ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલમાં 2479 બેડ ઉપલબ્ધ છે.
ઉના
ઉના શહેરમાં કોરોનાની શરૂઆત થઇ ત્યારથી તા. 31 જાન્યુઆરી 2021 સુધીમાં છેલ્લો એક કેઇસ નોધાયેલ હતો. ત્યાર બાદ છેલ્લા 23 દિવસમાં એટલે કે ફેબ્રુ.2021 માં એક પણ કોરોનાનો કેઇસ નોધાયેલ નથી. આથી શહેર કોરોના મુક્ત થયેલ છે. જોકે દિવસ દરમ્યાન એન્ટીજન 694 ટેસ્ટ તેમજ આરટીપીસીઆર 80 લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. ગત જાન્યુ.ના માસમાં છેલ્લો એક કેઇસ બાદ ફેબ્રુ. માસમાં 2200 થી વધુ લોકોના ચેકઅપ કરવામાં આવ્યા છે. જોકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અઠવાડીયામાં એકાદ કેઇસ બહાર આવતો હોવાનું આરોગ્ય વિભાગના સુત્રો માંથી જાણવા મળેલ છે. આમ શહેરમાં કોરોના મુક્ત થતાં લોકોએ પણ રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.
ઉના શહેરમાં 11 માસમાં 298 કેઇસ નોધાયા હતા
ઉના શહેરમાં પ્રથમ કોરોના પોઝીટીવ કેઇસ તા.17 મે 2020ના બહાર આવ્યો હતો. અને છેલ્લો કેઇસ તા.31 જાન્યુ. 2021 ના આવ્યો હોય આમ અત્યાર સુધીમાં કુલ 298 કેઇસ નોધાયા હતા. જેમાં 6030 લોકોના ચેકઅપ કરવામાં આવ્યા છે. અને 1370 વ્યક્તિઓને કોવીસીલ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં વધારા
વચ્ચે મૃત્યુ આંક શૂન્ય : 2479 બેડ ખાલી

આરોગ્ય વિભાગ દ્વારા વધુ 214 એન્ટીજન ટેસ્ટ : 27 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત : હેલ્પ લાઇનનો ફોન રણકયો

રાજકોટ તા.24
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના માહોલમાં કોરોના કેસની સંખ્યા ફરી વધી રહી છે તો બીજી તરફ મૃત્યુ દરમાં રાહત જોવા મળી રહી છે. છેલ્લા 48 કલાકમાં એક પણ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નોંધાયુ નથી.
આરોગ્ય વિભાગે બહાર પાડેલા બુલેટીનમાં સર્વેલન્સ કામગીરીમાં ટીમો દ્વારા શરદી, તાવ, ઉધરસનાં લક્ષણો ધરાવતા 51 કેસ નોંધાયા હતાં. 41 ધનવંતરી રથમાં 118 અને હેલ્થ સેન્ટરમાં 42 ઓપીડી કેસ નોંધાયા હતા. 108 હેલ્પ લાઇનમાં 48 કોલ્સ નોંધાયા છે. 41 ટેસ્ટીંગ વાહનોમાં 214 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં 27 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત છે. જેમાં મેઇન બજાર, ઘોઘાવદર તા.ગોંડલ, સામાકાંઠે સતાપર કોટડાસાંગાણી, સરદાર સોસાયટી, સુપેડી તા.ધોરાજી, નહેરૂ રોડ, વિંછીયા, લાતી પ્લોટ, જસદણનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement