ઉપલેટામાં પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસનો ભાવ વધારો પાછો ખેંચવા-માંગણી

24 February 2021 10:43 AM
Dhoraji
  • ઉપલેટામાં પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસનો ભાવ વધારો પાછો ખેંચવા-માંગણી

તાલુકા મામલતદારને આવેદનપત્ર અપાયુ

ઉપલેટા તા.24
ઉપલેટા શહેરમાં સામ્યવાદી પક્ષ દ્વારા હાલમા પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમા જે ભાવ વધારો થયેલો છે એ ભાવવધારો પાછો ખેંચવા ઉપલેટા સામ્યવાદી પક્ષ દ્વારા સરકારને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતું. જેમાં જણાવાયેલ છે કે પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા કેટલાક સમયથી રોજ ભાવ વધતો જાય છે જે મોંઘવારી ફેલાઈ રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર પણ ઠ્પ્પ છે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ભાવમા વધારો કરવાથી આમ જનતા પર વધુ આર્થિક ભાર વધી રહ્યો છે. રાંધણગેસ પણ ભાવ વધારાથી બાકાત નથી. ધીમે ધીમે સરકારે તેની સબસીડી સંપૂર્ણ બંધ કરી દીધી છે. તાજેતરમા આ રાંધણ ગેસ ઉપર બે વખત ભાવ વધારો આવ્યો છે તેથી ગૃહણીઓ પણ ખૂબ જ નારાજ છે. ટૂંકા બજેટમા મહિલાઓને ઘર ચલાવવાનું હોય છે તેથી રાંધણ ગેસનો ભાવવધારો યોગ્ય નથી. એવા સમયમાં વધી રહ્યા છે અને મૂડીવાદીઓને અપાતી રાહતનો ભાર ગરીબ મધ્યમ વર્ગ ઉપર નાખવાની નીતિ બદલવી પડશે. ગરીબ-મધ્યમ વર્ગને રાહત આપવા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમા ભાવવધારો પાછો ખેંચવાની માગણી મહિલા સામ્યવાદી પક્ષ કરે છે. આ અનુસંધાને ઉપલેટા મામલતદારશ્રીને સામ્યવાદી પક્ષ માર્કસવાદી પક્ષના આગેવાનો અને ઉપલેટા ગરીબ અને મધ્યમ વર્ગની જનતા દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ જેમા સીપીઆઈએમના મંત્રી વિનુભાઈ ઘેરવડા, ડાયાભાઈ ગજેરા, મહિલા સામ્યવાદી અગ્રણી ભાવનાબેન ચૌહાણ સહિતના મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


Loading...
Advertisement