બોટાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે મહાસુખભાઈ દલવાડીએ રાજીનામુ ધરી દેતા રાજકીય ભૂકંપ

24 February 2021 10:41 AM
Botad
  • બોટાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે મહાસુખભાઈ દલવાડીએ રાજીનામુ ધરી દેતા રાજકીય ભૂકંપ

સ્થાનિક સ્વરાજની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે

બોટાદ તા.24
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કલાકો બાકી રહેતા તાજેતરમાં ભાજપના અગ્રણી આગવાન દીર્ઘ દ્રષ્ટીવાળા ધારાસભા કે લોકસતામાં ચુંટણી દરમ્યાન ભાજપ તરફ વ્યુહ રચનાર રાત-દિવસ મહેનત કરી ભાજપ તરફી મતદાન કરાવનાર મહાસુખભાઈ દલવાડીએ રાજીનામુ આપેલ છે.


મહાસુખભાઈ દલવાડી બે ટર્મ બોટાદ નગરપાલીકાના પ્રમુખ પદ શોભાવનાર દલવાડી સમાજના આગેવાન પ્રદેશ આમંત્રીત કારોબારી સભ્ય તેમજ ભાવનગર જીલ્લા ઉપપ્રમુખ તરીકે રહેલા મહાસુખભાઈ દલવાડી બોટાદ શહેર ભાજપ પ્રમુખે પોતાનું રાજીનામુ આપતા શહેર ભાજપમાં ધરતીકંપ સર્જાયો છે.


મહાસુખભાઈ દલવાડીના પિતાશ્રી ઉજમસીભાઈ ઝવેરચંદ દલવાડી બોટાદમાં જનસંઘના પાયાના પથ્થર હતા. તેઓ વરસોથી બોટાદ જનસંઘના પ્રમુખ તથા બોટાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે રહ્યા હતા.
ભાજપમાં ઈ.સ.1967માં સ્થાનિક બોટાદ નગરપાલીકાની ચૂંટણીમાં દીપક નિશાન ઉપર 25 સીટમાંથી 21 સીટ જીતીને બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી હતી તે ભારતભરમાં બોટાદ નગરપાલીકાની જીતનો ઈતિહાસ રહ્યો હતો.


Loading...
Advertisement