મંગલ પર રોવરને જોઈ નાસાના વૈજ્ઞાનિકો રોમાંચીત થઈ ગયા

23 February 2021 06:56 PM
Technology World
  • મંગલ પર રોવરને જોઈ નાસાના વૈજ્ઞાનિકો રોમાંચીત થઈ ગયા

મંગળ પર રોવરને જોઈ વૈજ્ઞાનિકો બોલ્યા: અમારા તો રૂંવાડા ઉભા થઈ ગયા!

વોશિંગ્ટન તા.23
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર ઉતરતા રોવરની વિડીયો તેમજ ઓડીયો રેકોર્ડીંગ જાહેર કર્યા છે. જોઈને વૈજ્ઞાનિકો બોલ્યા હતા- જોઈને મારા રૂંવાડા ખડા થઈ ગયા છે.
રોવરે ગુરુવારે મંગલ પર લેન્ડીંગ કરી હતી. નાસા અનુસાર આ અવાજ તેના પર્સીવરેન્સ રોવરના ઉતર્યા બાદ ત્યાં હાજર ધૂળ અને માટી પર પડેલા દબાણના કારણે પેદા થયો હતો.
‘એન્ટી એન્ડ ડિસન્ટ કેમેરા ટીમ’ના પ્રમુખ ડેવ ગ્રુલે જણાવ્યું હતું કે હું જયારે પણ જોઉં છું તો મારા રૂવાડા ખડા થઈ જાય છે. વૈજ્ઞાનિક ટીમના પ્રમુખ એન. ચેને જણાવ્યું હતું કે આ વિડીયો અમારા સપનાનો ભાગ છે.


Related News

Loading...
Advertisement