કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો

23 February 2021 06:33 PM
Surat ELECTIONS 2021 Gujarat India
  • કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો
  • કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો
  • કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો
  • કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો

ગુરુવારે સુરતમાં ભવ્ય રોડશો કરશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ: આમ આદમી પાર્ટીને મળી ગુજરાતમાં એન્ટ્રી: સુરતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને મળી એન્ટ્રી : કુલ 12૦ બેઠકો માંથી ભાજપને 93, આપને 27 બેઠકો જીત્યા. કોંગ્રેસને '0' - એક પણ બેઠક નહિ.

સુરત: સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 17માં આપની પેનલની જીત થઇ હતી. આ સિવાય વોર્ડ નંબર-2માં પણ આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી હતી. વોર્ડ નંબર 2,3,4,5,16 અને 17માં આમ આદમી પાર્ટીની આખી પેનલ તો વોર્ડ 7માં બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. આ રીતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી.

સુરત મહાનગરપાલિકામાં 120 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 93 જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી. પાસ આગેવાનોની મદદથી પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો


Related News

Loading...
Advertisement