રાજકોટ તા.23
રાજકોટમાં 18માંથી એકમાત્ર વોર્ડ નં.3નું પરિણામ બાકી છે અને મહિલા કોલેજ મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રથમ રાઉન્ડમાં જ ભાજપ્ને 3000 જેટલા મતની લીડ મળી ગઈ હોવાથી કોંગ્રેસને તેના ગઢ સમા વધુ એક વોર્ડમાં આંચકો લાગવાના ભણકારા છે.વોર્ડ નં.3માં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે તેમાં ભાજપ્ના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) જાડેજાને 4112, કુસુમબેન ટેકવાણીને 3468, અલ્પાબેન દવેને 4089 તથા બાબુભાઈ ઉધરેજાને 3776 મત મળ્યા છે. તેની સામે ભાજપ્ના ગાયત્રીબા વાઘેલાને 1177, કાજલબેન પુરબીયાને 1128, દાનાભાઈ હુંબલને 920 તથા દિલીપભાઈ આસવાણીને 824 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના દુર્ગેશભાઈ ધાંકણીને 992, અતુલભાઈ બાબરીયાને 1013, ગીતાબા જાડેજાને 710 તથા તેજલબેન વાઘેલાને 336 મત મળ્યા છે.પ્રથમ રાઉન્ડમાં જ ભાજપ્નો ઘોડો વીનમાં દોડવા લાગતા કોંગ્રેસને વધુ એક ગઢ ધરાશાયી થવાની અટકળો છે.