રૂપેરી પરદે ઓશો રજનીશ બનશે ભોજપુરી એકટર-સાંસદ રવિકિશન

23 February 2021 03:50 PM
Entertainment India
  • રૂપેરી પરદે ઓશો રજનીશ બનશે ભોજપુરી એકટર-સાંસદ રવિકિશન

‘સિક્રેટ ઓફ લવ’માં લીડ રોલ કરનાર રવિકિશન કહે છે, ડિરેકટરને મારી આંખો ઓશો જેવી લાગી!

મુંબઈ: વિવાદોથી વિંટળાયેલા ભારતના જિનિયસ ફિલોસોફર આચાર્ય- ઓશો રજનીશની બાયોપીક બની રહી છે. જેમાં ભાજપના સાંસદ કમ ભોજપુરી એકટર રવિકીશન ઓશોની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ છે ‘સિક્રેટસ ઓફ લવ’ રિતેશ એસ.કુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ રજનીશજીનુ જીવન અને તેમની ફિલોસોફી અને રજનીશમાંથી ઓશો બનવા સુધીની યાત્રા આવરી લેવાઈ છે. આ ફિલ્મમાં તેમની વૈશ્વિક લોકપ્રિયતા, સરકાર સાથેના મતભેદો વગેરે પ્રસંગો જોવા મળશે.


ઉલ્લેખનીય છે કે ઓશો રજનીશનું જીવન હંમેશા ફિલ્મ મેકરોને આકર્ષિત કરતું રહ્યું છે. ઓશો અને તેમની શિષ્યા મા આનંદ શીલાને લઈને એક ડોકયુમેન્ટરી બની છે.વર્ષ 2018માં એવા એવી અફવા હતી કે ફિલ્મ મેકર શકુન બત્રા આમીરખાનને ઓશોના રોલમાં અને આલિયા ભટ્ટને મા આનંદશીલાના રોલમાં ચમકાવીને ફિલ્મ બનાવવા માંગતા હતા. આ સિવાય એક અન્ય ફિલ્મમાં પ્રિયંકા ચોપડા મા આનંદ શીલાના રોલમાં ચમકાવતી હતી. જેનું નિર્દેશન બેરી લેવિન સન કરનાર હતા. ઓશોના રોલ બાબતે રવિકિશને જણાવ્યું હતું કે ઓશોના રોલ માયે મેં ઓશોની અનેક બુક વાંચી લીધી હતી અને સંશોધન કર્યું હતું.રવિ કિશને જણાવ્યું હતું કે મેં જયારે ડાયરેકટર રિતેશને પૂછયું કે મને ઓશોના રોલ માટે શા માટે પસંદ કર્યો ત્યારે તેમણે મને કહેલું કે તમારી આંખો ઓશોની આંખને મળતી આવે છે. ઓશોના ગેટઅપમાં મારા ફોટોગ્રાફ તેમને ગમ્યા હતા. ઓશોની ભૂમિકા ભજવવી તે મારા માટે સારો અનુભવ છે. તેમનુ શાંત ચિત બિલકુલ અખંડીત થા.


Related News

Loading...
Advertisement