‘ધી નાઈટ મેનેજર’ના હિન્દી વર્ઝનમાં ઋત્વિકને અધધધ ફી મળશે!

23 February 2021 03:44 PM
Entertainment
  • ‘ધી નાઈટ મેનેજર’ના હિન્દી વર્ઝનમાં ઋત્વિકને અધધધ ફી મળશે!

આ વેબસીરીઝથી ઋત્વિક કરશે ઓટીટી પર ડેબ્યુ

મુંબઈ: ગત વર્ષે સપ્ટેમ્બરમાં એવી જાહેરાત થઈ હતી કે બોલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન ઓટીટી પ્લેટફોર્મ પર બ્રિટીશ મિની સીરીઝ ‘ધી નાઈટ મેનેજર’ના હિન્દી એડેપ્ટેશનમાં ચમકનાર છે. હવે આગામી માર્ચ મહિનામાં ઋત્વિક આ સીરીઝનું શુટીંગ શરૂ કરશે. આ વેબસીરીઝ ડીઝની હોટસ્ટાર પરથી પ્રસારીત થશે. એવી પણ ખબરો છે કે આ સીરીઝ માટે ઋત્વિક રોશનને અધધધ 75 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. અલબત, ઋત્વિક રોશનની અન્ય પ્રોજેકટમાં વ્યસ્તતાને કારણે લાંબા શિડયુલ માટે તારીખોની મુશ્કેલીના કારણે હજુ આ બાબતે અધિકૃત ક્ધફર્મેશન મળ્યું નથી.


Related News

Loading...
Advertisement