સામાજીક કોમેડી ‘દસવી’માં સાથે દેખાશે યામી, અભિષેક અને નિમ્રત

23 February 2021 03:42 PM
Entertainment
  • સામાજીક કોમેડી ‘દસવી’માં સાથે દેખાશે યામી, અભિષેક અને નિમ્રત

મુંબઈ: અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌર સામાજીક કોમેડી ફિલ્મ ‘દસવી’માં સાથે ચમકી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન, સંદીપ લેયઝીન અને શોભના યાદવ કરી રહ્યા છે, આ ફિલ્મ સોમવારે ફલોર પર જશે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટ કરી રહ્યાં છે, જયારે લેખન રિતેશ શાહે કર્યું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચને પોતાનો ગંગારામ ચૌધરી તરીકેનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.
‘દસવી’ ઉપરાંત અભિષેક સુજોય ઘોષ નિર્દેશિત ‘બોબ બિશ્ર્વાસ’ તેમજ શેર દલાલ હર્ષદ મહેતાના જીવન પરથી ‘બીગ બુલ’માં ચમકી રહ્યો છે.


Related News

Loading...
Advertisement