વી.વી.ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસજી બાપુના આશ્રમ દ્વારા આંખના મોતિયાના સુપર મેગા બે કેમ્પ

23 February 2021 03:34 PM
Jamnagar
  • વી.વી.ચેરીટેબલ ટ્રસ્ટ અને રણછોડદાસજી બાપુના આશ્રમ દ્વારા આંખના મોતિયાના સુપર મેગા બે કેમ્પ

જામનગર તા.23:
રાજકોટના શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ-કચ્છમાં દર મહિને 150થી વધુ નેત્રયજ્ઞ યોજવામાં આવે છે. તે અન્વયે જામનગરના વનીતાબેન વિશ્ર્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ (રજી.)તરફથી અત્યાર સુધીમાં 892થી વધુ કેમ્પ યોજી 12,500થી વધુ દર્દીઓના વિનામુલ્યે આંખના મોતિયાના સફળ ઓપરેશન કરાવી આપેલ છે. આગામી દિવસોમાં 2(બે) કેમ્પનું આયોજન થયેલ છે. આ કેમ્પમાં વિશ્ર્વ પ્રસિધ્ધ અદ્યતન ફેંકો પધ્ધતિથી લોહી ન નીકળે તેવું ટાંકા વગરનું ઓપરેશન માત્ર પાંચ જ મિનિટમાં વિનામુલ્યે કરી મફતમાં નેત્રમણી બેસાડી આપવામાં આવે છે, અને બે દિવસના રોકાણ ભોજન અને આશ્રમની બસમાં પ્રવાસ નિવાસ વગેરે ફી છે. દવા, કાળા ચશ્મા, ટીપા અને ઓપરેશન પછીની સારવાર પણ પછીના કેમ્પમાં મફત છે. દર્દીએ એક રૂપિયો ખર્ચ કરવાનો રહેતો નથી. રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજી નવી દ્રષ્ટી આપવા નીચે મુજબ આયોજન થયેલ છે.

કેમ્પનો સમય સવારે 9:30 થી 11 રહેશે. વધુ માહિતી માટે ટ્રસ્ટ, પ્રમુખ નટુભાઇ ત્રિવેદી (મો.નં.99980 95210) ઉપર સંપર્ક કરવા અને શહેર/જિલ્લાના તમામ આંખના દર્દીઓને વિશાળ સંખ્યામાં લાભ લેવા જાહેર અપીલ કરેલ છે. દાતાઓ કેમ્પમાં ગરીબ દર્દીઓને ચા-નાસ્તો-ભોજન દાન આપી શકે છે. ટ્રસ્ટને આપેલ દાન 80જી હેઠળ ઇન્કમ ટેકસમાં બાદ મળવા પાત્ર છે. મોતિયાના ઓપરેશન માટે લાયક દર્દીએ કેમ્પના દિવસે બપોરે 12 વાગ્યા ફરજીયાત રાજકોટ જવાનું રહેશે. દર્દીઓએ વર્તમાન સંજોગોમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું અને સેનેટાઇઝીંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દર્દીના આધારકાર્ડની ઝેરોક્ષ નકલ સાથે રાખવી જરૂરી છે.


26-2-2021 શુક્રવારના રોજ સીંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ, 59 દી.પ્લોટના છેવાડે, નાના પાણી ટાંકા પાસે, જામનગર અને 6-3-2021 શનિવારના રોજ જૈન લાયબ્રેરી, ચાંદી બજાર દેરાસર સામે, જામનગર ખાતે રાખેલ છે. આ કેમ્પના આયોજનમાં સહયોગ સદગુરૂ સંદેશ સીંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ- પ્રમુખ હેમતકુમાર ભોજરાજ દામા, પ્રફુલ્લભાઇ શેઠ, પ્રમુખ જીવદયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, હિતેષભાઇ ગોરધનદાસ અમલાણી અને મીનાક્ષી મજમુદાર, સ્વ.રક્ષેશ બી.મજમુદાર મેમોરીયલનો રહેલ છે. જયારે ભોજન/નાસ્તાની વ્યવસ્થા કિરીટ ફરસાણ માર્ટ, પારસ સ્વીટસ એન્ડ ફરસાણ માર્ટની છે. જરૂરતમંદ તમામ લોકોએ આ સેવાનો લાભ તથા અન્યોને જાણ કરી આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત કરવા જાહેર અપીલ નટુભાઇ ત્રિવેદી તરફથી કરવામાં આવેલ છે.


Loading...
Advertisement