દેવભૂમિ દ્વારકાના કસ્ટોડીયલ ડેથ અંગેના કેસમાં તપાસ હાથ ધરાઇ

23 February 2021 03:33 PM
Jamnagar
  • દેવભૂમિ દ્વારકાના કસ્ટોડીયલ ડેથ અંગેના કેસમાં તપાસ હાથ ધરાઇ

જામનગર તા.23: નજમાબેન ઉર્ફે નજીરાબેન ડો/ઓ જુસબભાઈ સમા રે. સલાયા તા. ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકાવાળા પોલીસ કસ્ટડીમાં હતા તે દરમિયાન તેની તબિયત ગંભીર થતાં તા.29/01/2021ના રોજ તેમનું મૃત્યુ થયેલ છે. મૃત્યુના કારણોની તપાસ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-176 હેઠળ કરવાનું નક્કી થયેલ છે.
આ અંગેની તપાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર) દ્વારા તા.26/02/2021ના રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની કચેરીમાં સવારના 11:00 કલાકથી સાંજના 5:00 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. તપાસ માટેનું સ્થળ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની કચેરી,મહેસૂલ સેવા સદન, બીજો માળ,શરૂ સેકશન રોડ,જામનગર ખાતે રાખવામાં આવેલ છે. આથી જે કોઈ શખ્સ શ્રી નજમાબેન ડો/ઓ જુસબભાઈ સમાના મૃત્યુ બાબતે કોઈપણ વિગત જાણતા હોય અથવા તો આ બનાવ સંબંધિત કોઈ પણ હકીકત રજુ કરવા ઈચ્છતા હોય તો આ તપાસમાં વિગતો આપવા/હકીકત રજુ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની યાદી દ્વારા જણાવવામાં આવે છે.


Loading...
Advertisement