અકસ્માત વળતર કેસમાં રૂા.45 લાખનું વળતર મંજૂર

23 February 2021 03:28 PM
Jamnagar
  • અકસ્માત વળતર કેસમાં રૂા.45 લાખનું વળતર મંજૂર

જામનગર તા.22: સને 2014 ના અરસામાં પીજીવીસીએલના કર્મચારી સ્વ. રાણાભાઇ ખીમાભાઇ બથવારનું અંબાજી ખાતે માર્ગ અકસ્માતમાં મોત નિપજેલ હતું. જે અંગેનું વળતર મેળવવા ગુજરનાર વારસોએ અત્રે ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરેલ હતો. જેનો ચુકાદો આવેલ છે.આ અંગેની વિગત એવી છે કે, આ અકસ્માત સમયે ગુજરનાર રાણાભાઇ તેમજ પીજીવીસીએલના અન્ય કર્મચારી/હોદ્દેદારો અંબાજી ખાતેની મિટીંગમાં હાજરી આપ્યા બાદ અંબાજીથી સરહદ છાપરી જતા રોડ ઉપર જઇ રહ્યાં ત્યારે પાછળથી ટ્રકચાલકે પૂરઝડપે અને બેફીકરાઇપૂર્વક ટ્રક ચલાવેલ અને ઠોકર મારતા ગુજરનાર રાણાભાઇને ગંભીર ઇજા થયેલ અને સ્થળ ઉ5ર મૃત્યુ નિપજેલ હતું.ગુજરનાર રાણાભાઇ બથવાર બનાવના સમયે મુખ્ય હિસાબનીશના હોદ્દા ઉપર ફરજ બજાવતા હતાં અને આ ઉપરાંત સમાજ તેમજ પીજીવીસીએલ કર્મચારી યુનિયનમાં ડેપ્યુટી સેક્રેટરી જનરલનો હોદ્દો પણ ધરાવતા હતાં.આ કેસમાં બન્ને પક્ષોની દલીલો બાદ ટ્રિબ્યુનલે ગુજરનાર વારસોને રૂા.45 લાખ વ્યાજ સહિત ચુકવવા ટ્રિબ્યુનલના અધ્યક્ષ મુલચંદ ત્યાગી


Loading...
Advertisement