મુંબઈ: ભારતની ઓનલાઈન શિક્ષણ આપતી બેંગ્લોર સ્થિત ‘અનએકેડેમી’ એ ક્રિકેટ સ્ટાર સચીન તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ ઈન્ટરએકટીવ કલાસના ફાઉન્ડર તરીકે બેંગ્લોરના રોમન સૈની છે. સચીન આ ‘અનએકેડેમી’નો સ્ટ્રેટેજીક પાર્ટનર પણ હશે. સચીન આ પોર્ટલ પર પોતાના જીવન અને ક્રિકેટ આધારીત ઈન્ટરએકટીવ લેકચર પણ આપશે જે ફ્રી હશે અને સમગ્ર મોડેલ એક શ્રેષ્ઠ છતાં સૌને પોષાય તેવું સસ્તુ હશે જે આગામી થોડા માસમાં શરુ થઈ છે.