નવી દિલ્હી તા.23
ખાડી દેશોમાં લોકો પૈસા કમાવવા માટે જતા હોય છે પરંતુ ત્યાંની મુસીબતો વિષે મોટાભાગના અજાણ હોય છે, સિકકાની બીજી બાજુ દર્શાવતો એક કિસ્સો બહાર આવ્યો છે જે મુજબ ભારતના એક મેડીકલ કર્મી રેડિયોગ્રાફરને છેલ્લા બે વર્ષથી વાર્ષિક રજા કુવૈતની કંપની નથી આપી રહી અને કંપનીએ તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે. ઉતરાખંડના નિવાસી રેડીયો ગ્રાફર કમલેશ બોહરાના પિતાએ જણાવ્યું હતું કે તેના પુત્રના ગત વર્ષે જ લગ્ન નકકી થઈ ગયા હતા પણ કંપનીએ તેને રજા નહોતી આપી. તેની ખુદની પણ તબીયત પણ ખરાબ છે. તે ઈચ્છે છે કે કોઈપણ રીતે દીકરાના લગ્ન થઈ જાય. આ મામલે રેડિયોગ્રાફરે કુવૈતમાં ભારતીય દૂતાવાસને ફરિયાદ મોકલી છે અને મદદનો અનુરોધ કર્યો છે.