વાંકાનેરના રાજા વડલામાં યુવતીને છેડતી કરનાર શખ્સને ટપારતા હુમલો કર્યો

23 February 2021 03:08 PM
Morbi Crime
  • વાંકાનેરના રાજા વડલામાં યુવતીને છેડતી કરનાર શખ્સને ટપારતા હુમલો કર્યો

યુવતીનાં પિતા પર ચાર શખ્સોનો ધોકા-પાઇપથી હૂમલો

(જીજ્ઞેેશ ભટ્ટ) મોરબી તા.23
મોરબી જિલ્લામાં જાણે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન હોય તેવી ઘટનાઓ છાશવારે બને છે. નાની દીકરીઓના બળાત્કાર, ટ્રક ભરી ભરીને વિદેશી તેમજ કાર ભરીભરીને દેશી દારૂ પકડાય છે તેમજ જમીન કબજા, ચોરી-લુંટ સહિત મારામારીના ગંભીર બનાવો મોરબી જિલ્લામાં બની રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આવા સમયે જ મોરબીના વાંકાનેરમાં આવેલા જુના રાજાવડલા ગામે વધુ એક મારામારીનો બનાવ બન્યો છે જેમાં દીકરીની પજવણી કરતા શખ્સને થોડા સમય પહેલા અટકાવ્યો હતો તે વાતનું મનદુ:ખ રાખીને યુવતીના પિતા ઉપર પિતા-પુત્રો એવા ચાર હુમલાખોરોએ પાઇપ અને લાકડી વડે ગંભીર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળે છે.


હાલ ભોગ બનેલા ભુપતભાઈ લધુભાઈ સાંથલિયા કોળી (45) ધંધો ટ્રક ડ્રાઇવિંગ રહે.જુના રાજાવડલા તા.વાકાનેર જી.મોરબી વાળાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે કિશન તેજા ટોળીયા, રવિ તેજા ટોળીયા, કાળુ તેજા ટોળીયા અને કાના તેજા ટોળીયા રહે.ચારેય જૂના રાજાવડલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, પોતાની દીકરી ગીતાને થોડા સમય પહેલાં એટલે કે એકાદ વર્ષ પહેલાં કિશન તેજા ટોળીયા નામનો યુવાન પજવણી કરતો હતો જે બાબતે બોલાચાલી બાદ જે તે સમયે સમાધાન થઈ ગયું હતું એ સમાધાનનો ખાર રાખીને ગઈકાલે જ્યારે ભુપતભાઈ રહેણાંક વિસ્તારમાં માવો લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને અટકાવીને કિશન તેજા ટોળીયાએ કહ્યું હતું કે "મે તમારી દીકરીને હેરાન કરીએ બાબતે તમે તમારૂ શું બગાડી નાખ્યુ..?" તેમ કહીને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં ભુપતભાઇને પગના ભાગે લોખંડનો પાઈપ ફટકાર્યો હતો જેથી ભુપતભાઈને ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે રવિ તેજા, કાળુ તેજા અને કાના તેજા નામના ત્રણેયે પણ લાકડી વડે ભુપતભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ભુપતભાઈ કોળીની ફરિયાદ લઈને વાંકાનેર સીટી પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.


છકડો રીક્ષા માં દારૂ સાથે એક પકડાયો
ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે લજાઈ ચોકડી પાસેથી નીકળેલ છકડો રીક્ષા નંબર જીજે 10 વી 6048 ને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી રૂપિયા 300 ની કિંમતના દારૂ તેમજ રૂપિયા 15 હજારની છકડો રિક્ષા સાથે મળી આવેલા સન્ની ઉર્ફે સનીયો શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક (ઉમર 25) ધંધો રીક્ષા ડ્રાઈવિંગ રહે.મોરબી શનાળા બાઇપાસ લાયન્સનગરવાળાની ધરપકડ કરીને તેના વિરુધ્ધ પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement