પ્રતિક ગાંધી અને તાપસી પન્નુ કોમેડી ફિલ્મ વો લડકી હૈ કહાં માં ચમકશે

23 February 2021 03:07 PM
Entertainment
  • પ્રતિક ગાંધી અને તાપસી પન્નુ કોમેડી ફિલ્મ વો લડકી હૈ કહાં માં ચમકશે

આ ફિલ્મ એક તોફાની સવારી બની રહેશે: પ્રતીક

મુંબઈ:
વેબસીરીઝ ‘સ્કેમ 1992’ ફેમ પ્રતીક ગાંધી અને બોલીવુડ એકટ્રેસ તાપસી પન્નુ કોમેડી ફિલ્મ ‘વો લડકી હૈ કહાં?’ માં સાથે ચમકી રહ્યા છે.
આ ફિલ્મનું નિર્દેશન અર્શદ સૈયદ કરી રહ્યા છે જયારે નિર્માણ સિદ્ધાર્થ રોય કપુર કરી રહ્યા છે.
આ ફિલ્મમાં એક ઈન્વેસ્ટીગેટીવ કોમેડી છે, જેમાં તાપસી એક અસ્પષ્ટ પોલીસ અધિકારીનું પાત્ર ભજવે છે.
ઉલ્લેખનીય છે કે પ્રતીક લોકપ્રિય વેબસીરીઝ ‘સ્કેમ 1992’થી લાઈમ લાઈટમાં આવ્યો હતો. આ સીરીઝ હર્ષદ મહેતાના શેર કૌભાંડ પર આધારીત હતી.
‘વો લડકી હૈ કહાં’ના મામલે પ્રતીકે કહ્યું હતું કે આ ફિલ્મ મારા માટે તોફાની સવારી બની રહેશે.


Related News

Loading...
Advertisement