લીંબડીમાં સારવાર દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતા દર્દીનું મોત : પોલીસ તપાસની કાર્યવાહી
વઢવાણ, તા. ર3
લીંબડીમાં ફરીયાદી પંકજભાઇ વાલજીભાઇ ચાવડા(જાતે અનુ.જાતી ઉં.વ.31 રહે.વડોદ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર) એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.20/02, ડો.ઝાલાના દવાખાના પાસે મરણ જનારનું નામ વાલજીભાઇ કરશનભાઇ ચાવડા (જાતે અનુ.જાતી ઉં.વ.56 રહે.વડોદ તા.વઢવાણા જી.સુરેન્દ્રનગર) મરણ જનારને એકાએક ઉલ્ટી અને છાતીમાં દુ:ખાવો થતા સારવાર અર્થે પ્રથમ ડો.ઝાલાના દવાખાને લઇ જતા સારવાર દરમ્યાન હાર્ટ એટેક આવતા મરણ ગયા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. સી.પી.બાવળીયા લીંબડી પો.સ્ટે. નાઓ કરે છે.
ચોટીલા
ચોટીલામાં ફરીયાદી વિક્રમસિંહ દિલીપસિંહ રાઠોડ(જાતે કારડીયા રાજપુત ઉં.વ.37 ધંધો ડ્રાઇવીંગ રહે. ચોટીલા શાસ્ત્રીનગર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.18/02ના ચોટીલા શાસ્ત્રીનગર ફરીયાદીના રહેણાંક મકાનમા આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીના રહેણાક મકાનમા ડુપ્લીકેટ ચાવી બનાવી મકાનમા પ્રવેશ કરી અંદર તીજોરી તેમજ લોકરના તાળા તોડી (1) એક સોનાનો ચેન આશરે દોઢ તોલાનો (2) હાથના પોંચા નંગ-2 જે બંન્ને થઇ આશરે દોઢ તોલા (3) સોનાના ઓમકાર નંગ-2 બંન્ને થઇ આશરે 1 તોલુ તથા એક સોનાની ચુક (4) સોનાનો ચેન એક તોલાનો (5) પાંચ જોડી ચાંદીની કડલી (6) ચાંદીના હાથના પોંચા નંગ-2 (7) ત્રણ ચાંદીના સાંકળા નાના છોકરાના તથા ચાંદીના ઘુઘરા નંગ-2 (8) ચાંદિના વાટકા નંગ-2 (9) ચાંદીના કંદોરા નાના છોકરાના નંગ-2 (10) એક ચાંદીના સાંકળા (11) હાસડી નંગ-1 આશરે ત્રણ તોલા (12) સોનાના ગળામા પહેરવાના સેટ નંગ-2 આશરે ચૌદ તોલા (13) મગમાળા નંગ-1 આશરે ચાર તોલા (14) ચાંદીના નાળીયેર નંગ-2 એમ કુલ 26 (છવીસ) તોલા સોનાની કિં.રૂા.2,22,100/- તથા ચાંદી આશરે 500 ગ્રામની કુલ કિં.રૂા.28,000/- એમ સોના ચાંદીના દાગીનાની કુલ કિં.રૂા.2,50,100/- તથા રોકડા રૂા.1,30,000/- એમ કુલ રૂા.3,80,100/- ના મુદ્દામાલ ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ ના.પો.અધિ. સી.પી.મુંધવા લીંબડી ડીવીઝન લીંબડી કરે છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સીટી એ ડીવી.પો.સ્ટેશનમાં ફરીયાદી વિષ્ણુભાઇ ગોબરભાઇ માધર(જાતે ત.કોળી ઉં.વ.35 ધંધો નોકરી રહે. મુળચંદ તા.વઢવાણ)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.19/01 સુરેન્દ્રનગર કલેકટર કચેરીના કમ્પાઉન્ડમા આરોપી કોઇ અજાણ્યો ઇસમ નામ નમુદ નથી. ફરીયાદીનુ સિલ્વર કલરનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રા. મોટરસાયકલ નંબર જીજે-13-આરઆર-9389 કિં.રૂા.20,000/- વાળુ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. કે.બી.પરમાર સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. કરે છે.