(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 23
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માત સામે આવવા પામ્યો છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા હાઇવે ઉપર આવેલ દેવાંગી હોટલ સામે આઇસર અને ટ્રક વચ્ચે ધડાકાભેર વહેલી સવારે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં ચોટીલા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિ દિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે જીલ્લાનાં ચોટીલા હાઇવે ઉપર વધુ અકસ્માતનો બનાવ સામે આવવા પામ્યો છે ઉપર આવેલી હોટલ પાસે આજે વહેલી સવારે આઈસર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં ધડાકાભેર ટ્રક સાથે ટકરાઈ જવા પામ્યો છે ઘટના સ્થળે ડ્રાઇવરનું મોત નું મોત નિપજીયું જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા માં વધુ એક હાઇવે અકસ્માત નો બનાવ સામે આવવા પામ્યો છે.
ત્યારે ચોટીલા હાઇવે ઉપર દેવાંગી હોટલ નજીક વહેલી સવારે આઇસર ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા સામેથી આવતા ટ્રક સાથે ધડાકા ભેર આઇસર અથડાયું હતું.ઘટના સ્થળે એકનું મોત નિપજીયું હતું.અને અન્ય બે લોકો ને ઇજા પહોંચતા સારવાર માટે ચોટીલા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ અકસ્માત ની સંખ્યામાં વધારો થતાં જિલ્લાની જનતામાં શોક વ્યાપી જવા પામ્યો છે.
બીજી તરફ અકસ્માત બાદ હાઇવે ઉપર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને હાઇવે ખુલ્લો કર્યો હતો. હાઈવે રોડની કામગીરીનાં કારણે વહેલી સવારે સર્જાયો અકસ્માત સર્જાયો હોવા નું પ્રાથમિક તપાસ માં જાણવા મળી રહ્યું છે.ત્યારે અન્ય ઇજાગ્રસ્તો ને 108 દ્વારા ચોટીલા હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.