(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.ર3
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો મતદાતાઓને કોની ફેવરમાં મતદાન કરશે તે કરવા ભારે મુશ્કેલ બન્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવા પોતાના દાવો પેજ ઉપર લગાવી રહી છે ત્યારે આજે વઢવાણ ભક્તિનંદન સર્કલ પાસે બપોરના ત્રણ વાગ્યે હાર્દિક પટેલની જાહેર સભા કોંગ્રેસ પક્ષ તરફથી રાખવામાં આવી છે ત્યારે આ સભામાં ઉમેદવારો તેમજ કાર્યકરો મતદારો આ સભામાં ભાગ લઈને હાર્દિક પટેલનું પ્રવચન સાંભળવા માટે ખાસ ઉપસ્થિત રહેશે તેઓ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી સભા લખતર ખાતે 4:30 વાગ્યે બુટ ભવાની માતાજીના મંદિર ખાતે રાખવામાં આવી છે જ્યારે છ વાગે ખેરવા બસ સ્ટેન્ડ ની પાસે સભા રાખવામાં આવી છે અને છેલ્લી સભા 7:30 વાગ્યે દસાડા ખાતે સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આમાં જે સુરેન્દ્રનગર વઢવાણ લખતર ખેરવા અને દસાડા ખાતે હાર્દિક પટેલની સભા કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે થઈ રહી છે.