મોરબીમાં દાઝી ગયેલા બાળકનું સારવારમાં મોત

23 February 2021 02:49 PM
Morbi
  • મોરબીમાં દાઝી ગયેલા બાળકનું સારવારમાં મોત

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.23
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નંબર-3 માં રહેતા પ્રવિણભાઇ શુકલના 12 વર્ષના દીકરા રાહુલ ઉપર ગરમ પાણીનું તપેલું માથાના ભાગે પડતાં તે ગત તા.7-2 ના રોજ બપોરે ચારેક વાગ્યામા અરસામાં દાઝી ગયો હતો જેથી કરીને રાહુલ પ્રવિણભાઈ શુકલ નામના 12 વર્ષના સગીર વયનાં બાળકને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જોકે સારવાર દરમ્યાન દશેક દિવસ બાદ ગત તા.17-2 ના રોજ એકાદ વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા રાહુલ પ્રવિણભાઇ શુકલ (ઉમર 12) નું મોત નિપજયુ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.હાલ રાજકોટથી કાગળ આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.


વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ખાનપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતાં ચંદુભાઈ ઇંન્દ્રસિંગ કોળી (ઉંમર 20) નામનો યુવાન ખાનપર-રાજપર રોડ પરથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં શ્રીનાથજી જીનની નજીક તેના બાઈકની આડે ઓચિંતું ભૂંડ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા ચંદુભાઈ કોળીને અહીંની સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે.જ્યારે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ માનસર અને વનાળીયા ગામની વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં હાલ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા બહાદુરભાઇ વેસ્તાભાઈ નામના 30 વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.


યુવાન સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતો હિતેશ પ્રવિણભાઈ ગોહીલ નામનો 25 વર્ષનો યુવાન કોઈ કારણોસર ફિનાઈલ પી જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.


Loading...
Advertisement