હિમાલયન ક્ષેત્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સ્થિતિ: હળવી હિમવર્ષા શરૂ

23 February 2021 02:39 PM
India
  • હિમાલયન ક્ષેત્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની સ્થિતિ: હળવી હિમવર્ષા શરૂ

હિમાચલ, ઉતરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદાખમાં બે દિવસ હિમવર્ષા: મેદાની ઈલાકોમાં હળવા વરસાદની શકયતા: બાદમાં ઉનાળાની જમાવટ થશે

નવી દિલ્હી તા.23
દેશમાં ફરી એક વખત હવામાન પલ્ટો મારે તેવી શકયતા છે. હવામાન ખાતાએ જાહેર કર્યુ છે કે ઉતરભારતના અનેક રાજયોમાં વેસ્ટર્ન ડીસ્ટબન્સની સ્થિતિ બની છે જેના કારણે દેશના અનેક રાજયોમાં અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા તથા મેદાની વિસ્તારોમાં પવન સાથે વરસાદની શકયતા નકારાતી નથી અને આવતીકાલે બે દિવસ માટે હવામાનખાતાએ એલર્ટ આપ્યું છે.

ઉતરાખંડના અનેક વિસ્તારો ઉપરાંત જમ્મુ-કાશ્મીર-લદાખમાં ભારે હિમવર્ષાની શકયતા છે અને વેસ્ટર્ન ડીસ્ટબન્સને કારણે હિમાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહેશે. દિલ્હીમાં ફરી એક વખત સવારે ઉષ્ણતામાનનો પારો નીચે ચાલ્યો ગયો હતો અને ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે. હરિયાણા, ઉતરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ સવાર અને રાત્રીનું તાપમાન નીચુ જશે. બંગાળની ખાડીમાંથી તેજ હવાના કારણે કર્ણાટક, તામીલનાડુ, પોંડીચેરી અને કેરળમા પણ વરસાદની શકયતા છે.

જો કે તે સામાન્ય હશે. હવામાનખાતાના જણાવ્યા પ્રમાણે એક વખત વેસ્ટર્ન ડીસ્ટબન્સની સ્થિતિ પુરી થયા બાદ ઉનાળાની અસર ધીમે ધીમે વધતી જશે અને આગામી દિવસોમાં ઉષ્ણતામાનનો પારો સામાન્ય એ પહોંચી જશે અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે. દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડીનો માહોલ હતો જો કે તે થોડા રાજય પુરતો જ મર્યાદિત રહયો છે અને હવે ગુજરાત સહિતના રાજયમાં ગરમીની સ્થિતિ બની ગઇ છે તે સમયે આ વેર્સ્ટન ડિસ્ટબન્સની ગુજરાતમાં કોઇ મોટી અસર નહીં થાય તેવુ હવામાન ખાતાનું માનવુ છે.


Related News

Loading...
Advertisement