મોરબીનાં સિરામીક યુનિટમાં અકસ્માતે ઇજા પામેલી યુવતીનું મોત

23 February 2021 02:38 PM
Morbi
  • મોરબીનાં સિરામીક યુનિટમાં અકસ્માતે ઇજા પામેલી યુવતીનું મોત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.23
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામિક યુનિટમાં કામ દરમિયાન દુપટ્ટો મશીનમાં ફસાઇ જવાથી મજુર યુવતીને સારવારમાં ખસેડાઇ હતી જેનું ચારેક દિવસની ટુંકી સારવાર બાદ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ આવેલ ઓરકેન સીરામીક યુનિટના લેબર કવાટરમાં પરિવાર સાથે રહીને ત્યાં જ મજુરી કામ કરતી અને મૂળ અરંડીયા પાડલીયા બડોદીયા તા.સુજાનપુર જી.સાજાપુર મધ્યપ્રદેશની વતની સબાનાબેન રઈસખાં મનુખાં સૈયદ નામની અપરણિત 19 વર્ષીય મુસ્લીમ યુવતીનો દુપટ્ટો કામ દરમ્યાન મશીનમાં ફસાઇ ગયો હતો જેથી સબાનાબેન નામની યુવતીને ગળેટૂંપો આવી ગયો હતો જેથી તેને પ્રાથમિક સારવાર માટે સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઇ જવાઇ હતી ત્યારબાદ તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી જોકે સારવાર કારગત ન થતા ચાર દિવસ બાદ ગત તા.21-2 ના સાંજે પાંચેક વાગ્યાના અરસામાં સબાનાબેને દમ તોડી દીધો હોવાનું જાણવા મળેલ છે. હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ બનાવની આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.


Loading...
Advertisement