રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

23 February 2021 02:37 PM
Gujarat India
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

આવતીકાલે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે : જબરી સુરક્ષા

રાજકોટ, તા.23
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની શ્રીમતિ સવિતા કોવિંદનું સ્વાગત-સત્કાર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યા હતા.

શ્રી કોવિંદ આવતીકાલે અમદાવાદમાં નવનિર્મિત ભવ્ય મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે જયાં કાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચ શરૂ થઇ રહ્યો છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમાં હાજરી આપશે.


Related News

Loading...
Advertisement